દક્ષિણ ગુજરાતના મીની સાળંગપુરમાં પંચદેવો સુરત: શહેરમાં આવેલ મીની સાળંગપુર એટલે ઘલુડી ધામ. અહીંયા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર પંચદેવ સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાન કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આવેલું છે. મંદિર ઘલુડી ગામમાં આવેલું છે, સાથે જ આ મંદિરમાં દેશ-વિદેશથી લોકો દર્શનાર્થે આવતા હોય છે. લોકો પોતાના કષ્ટ હનુમાનજી મહારાજને સંભળાવે છે, અને અહીંની એવી માન્યતા છે કે, કોઈપણ ખાલી હાથે પાછા ફરતા નથી.
દક્ષિણ ગુજરાતના મીની સાળંગપુરમાં પંચદેવો
આ મંદિરની સ્થાપના વર્ષ 1995માં કરવામાં આવી હતી. તેમજ વર્ષ 2006ની અંદર આ મંદિરની ખૂબ જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અહીં સાક્ષાત સાળંગપુરના હનુમાનજી દાદાની પ્રતિમા મૂકવામાં આવે છે. જેમાં પ્રસાદી સ્વરૂપે ગદા પણ મુકવામાં આવી છે, તેમજ જે ભૂત-પ્રેત જેવી પીડિત વ્યક્તિને દંડ આપવા માટે પ્રસાદી લાકડી પણ રાખવામાં આવી છે, તેમજ સાળંગપુર મંદિરના જૂના મંદિરની પ્રસાદી ઈંટોનું પણ અહીં સ્થાન આપવામાં આવ્યું છે.
આ મંદિર ખાતેથી કોઈપણ ખાલી હાથે પાછા ફરતું નથી
શ્રી કષ્ટભંજન દેવ ઘલુડી ધામ જે પંચદેવોનું મંદિર તરીકે પણ ઓળખાય છે, જેમાં ગણપતિ ભગવાન, વિષ્ણુ નારાયણ ભગવાન, સૂર્યનારાયણ ભગવાન, મહાદેવજી તેમજ પાર્વતીજીને પણ આ મંદિરમાં સ્થાન આવેલું છે. હિન્દુ સનાતન ધર્મ એ ખૂબ જ પ્રાચીન ધર્મ છે, જેમાં આ તમામ દેવી-દેવતાઓની ખૂબ જ લાગણી પૂર્વક સેવાઓ કરવામાં આવે છે.
સાથે જ અહીં સર્વ મનોકામના પૂર્ણ કરે એવા શ્રી નર્મદેશ મહાદેવ મંદિર પણ આવેલું છે, જેમાં લોકોની તમામ સમસ્યાનું સમાધાન અને ઈચ્છાઓ પૂર્ણ કરે છે, જેવી કે કોઈ પણ વ્યક્તિની સગાઈ ન થવી, બાળક ન થવું, તો તેવા લોકો દેશ-વિદેશથી તેમજ ગામે ગામના લોકો માત્ર જળ ચડાવવાની બાધાથી એ તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ અહીં થાય છે. ત્યારે નર્મદેશ્વર મહાદેવનું પણ અહીં ગલુડી ધામ ખાતે મંદિર આવેલું છે, ત્યારે માત્ર અહીં પાણી ચડાવવાથી જ તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે, તેવું લોકો જણાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે