Abhayam News
AbhayamGujarat

Surat: બેન્કના નામે OTP માંગી ખાતામાંથી ઉઠાવી લીધા એક લાખ રૂપિયા

Surat: One lakh rupees was withdrawn from the account after seeking OTP in the name of the bank

Surat: બેન્કના નામે OTP માંગી ખાતામાંથી ઉઠાવી લીધા એક લાખ રૂપિયા સુરતમાંથી વધુ એક ઓટીપી ફ્રૉડનો કિસ્સો સામે આવ્યો છે, શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા રફિકભાઇને એક ગઠીયાએ ઓટીપીની મદદથી મોટા ફ્રૉડનો શિકાર બનાવ્યા છે

Surat: One lakh rupees was withdrawn from the account after seeking OTP in the name of the bank

સુરતમાંથી વધુ એક ઓટીપી ફ્રૉડનો કિસ્સો સામે આવ્યો છે, શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા રફિકભાઇને એક ગઠીયાએ ઓટીપીની મદદથી મોટા ફ્રૉડનો શિકાર બનાવ્યા છે. ખરેખરમાં, ગઠીયા ટોળકીએ રફીકભાઇને બેન્કમાંથી બોલુ છું કહીને ફોન કર્યો અને તેમને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટેની વાત કરી હતી, આ પછી રફીકભાઇએ ગઠીયાને પોતાનો ઓટીપી નંબર આપ્યો અને બાદમાં એક લાખ રૂપિયાનું ફ્રૉડ થયુ હતુ. 

Surat: બેન્કના નામે OTP માંગી ખાતામાંથી ઉઠાવી લીધા એક લાખ રૂપિયા

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં બેન્ક ફ્રૉડ સામે આવ્યું છે. ખરેખરમાં, ડિંડોલી વિસ્તારમાં રહેતા રફીકભાઇ નામના શખ્સ પાસેથી ગઠીયા ટોળકીએ ઓટીપી દ્વારા એક લાખ રૂપિયાની ઠગાઇ કરી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા રફીકભાઇને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાના નામે ઠગે OTP લઈ 1 લાખ પડાવી લીધા છે એટલુ જ નહીં આ ટોળકીએ અન્ય શખ્સોના પણ ક્રેડિટ કાર્ડમાં 24 હજારની ઉચાપત કરી હોવાનુ ખુલ્યું છે. ડિંડોલીના ભેસ્તાન આવાસ ખાતે રહેતા રફીકભાઈ ગની શેખ ગ્લાસ ફીટીંગનું કામ કરે છે. તેમને ગઇ 14 નવેમ્બરે ફોન આવ્યો હતો, ફોન કરનારે પોતાની ઓળખ ડીબીએસ બેન્ક ક્રેડિટ કાર્ડ વિભાગના અધિકારી તરીકે આપી હતી, અને તમને કહ્યું હતુ કે, તમારુ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાનુ છે, આ પછી રફીકભાઈએ ગઠીયાને ઓટીપી નંબર આપી દીધો હતો. જોકે, એક મહિના બાદ 1 લાખ ભરવાના બાકી હોવાનો મેસેજ આવતા જ રફીકભાઇ ચોંક્યા હતા, રફીકભાઇએ બેંકમાં તપાસ કરી તો ખબર પડી કે તેમની સાથે લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. છેવટે હવે આ મામલે પીડિત રફીકભાઇએ શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ટેલીગ્રામ લિંક પર ક્લિક કરવાનું ભારે પડ્યું, ઇન્સ્ટાગ્રામના પેઈજ લાઈક કરવાના ટાસ્કમાં ગોલ્ફ કોચે ૩૩ લાખ ગુમાવ્યા

અમદાવાદમાં ટેલિગ્રામ એપ્લીકેશનથી પાર્ટ ટાઈમ જોબની ઓફરના નામે ઇન્સ્ટાગ્રામના પેઈજ લાઈક કરવાના ટાસ્કમાં ગોલ્ફ કોચે ૩૩ લાખ ગુમાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સાઉથ બોપલમાં આવેલા સફલ પરિસરમાં રહેતા ગોલ્ફ કોચને ટેલિગ્રામની લીંક દ્વારા ઇન્સ્ટાગ્રામની પોસ્ટ લાઈક અને શેર કરવાના ટાસ્કની સામે નાણાં કમાવવાની ઓફર કરવામાં આવી હતી. વિશ્વાસ કેળવવા ટાસ્કની સામે ખાતામાં નાણાં જમા કરાવ્યા બાદ કુલ 33.40 લાખની રકમ લઇ લીધી હતી. બે મહિના પહેલા તેમને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઓનલાઇન પાર્ટ ટાઇમની ઓફર કરવામાં આવી હતી. જેમાં તેમણે કોલ કરતા ઇસ્ટાગ્રામના ટાસ્કને લાઇક અને શેર કરવાનુ કહી છેતરપિંડી આચરી હતી. બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

શું છે મામલો

શહેરના સાઉથ બોપલમાં આવેલા સફલ પરિસરમાં રહેતા ગોલ્ફ કોચને ટેલિગ્રામની લીંક દ્વારા ઇન્સ્ટાગ્રામની પોસ્ટ લાઇક અને શેર કરવાના ટાસ્કની સામે નાણાં કમાવવાની ઓફર આપીને કેટલાંક ટાસ્ક  રમવાની ઓફર આપીને કોઇ ગઠિયાએ છેતરપિંડી કરીને રૂપિયા 33.40 લાખની છેતરપિંડી કરી હતી. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.શ હેરના સાઉથ બોપલમાં આવેલા સફલ પરિસર-2માં રહેતા રોહન મહનાસ ગોલ્ફ કોચ તરીકે કામ કરે છે અને એક જાણીતી ક્લબમાં નોકરી કરે છે. બે મહિના પહેલા  તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી ઓનલાઇન પાર્ટ ટાઇમની ઓફર કરવામાં આવી હતી.

જેમાં તેમણે કોલ કરતા ઇસ્ટાગ્રામના ટાસ્કને લાઇક અને શેર કરવાથી તેમને નાણાં મળશે. જે માટે પ્રથમ ટાસ્ક આપીને તેમના એકાઉન્ટમાં નાણાં આપ્યા હતા. તે પછી સાત હજાર રૂપિયા લઇને બીજુ ટાસ્ક આપીને તેની સામે 9200 રૂપિયા પરત કર્યા હતા.  જેથી રોહનભાઇને વિશ્વાસ આવ્યો હતો અને તેમણે  એડવાન્સ ટાસ્કમાં એક લાખ, 2.60 લાખ, 5.60 લાખ, 8.80 લાખના અલગ પેકેજ આપીને નાણાં લીધા હતા. જેની સામે થોડી રકમ પરત આપવામાં આવી હતી. તે પછી નાણાં બ્લોક થઇ ગયા છે અને તે પરત લેવા માટે બીજા ટાસ્ક લેવા પડશે તેમ કહીને 15 લાખની ટાસ્ક આપી હતી.  જો કે તે પછી તેમને કહેવામાં આવ્યું હતું કે તમારો ક્રેડીટ  સ્કોર 70 ટકા થઇ ગયો છે.  જે રીપેર કરવા માટે બીજા 18 લાખ રૂપિયા  જમા કરાવવા પડશે. જેથી રોહનભાઇને છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા તેમણે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જુઓ ફટાફટ:-એક માતાએ પોતાની છ મહિનાની દીકરીનું માથું ધડથી અલગ કરી નાખ્યું…

Abhayam

સિંગાપોરમાં ઉદ્યોગમંત્રી સાથે CMની બેઠક 

Vivek Radadiya

વધુ બાળકો પેદા કરવા પર ભાર

Vivek Radadiya