ચાલુ અઠવાડિયાના બીજા દિવસે શેરબજારની શાનદાર શરૂઆત થઈ અમેરિકન શેરબજારમાં તેજી બાદ મંગળવારે સ્થાનિક શેરબજારો પણ જોરદાર ઉછાળા સાથે ખુલ્યા હતા. ચાલુ અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શાનદાર શરૂઆત થઈ અને BSE સેન્સેક્સ 493.4 પોઈન્ટના વધારા સાથે 71,848.62 પોઈન્ટના સ્તરે ખુલ્યો છે જ્યારે નિફ્ટી 160.65 પોઈન્ટના વધારા સાથે 21,673.65 પોઈન્ટના સ્તરે ખુલ્યો છે.
ચાલુ અઠવાડિયાના બીજા દિવસે શેરબજારની શાનદાર શરૂઆત થઈ
શેરબજારના પ્રારંભિક કારોબારમાં, BSE સ્મોલ કેપ ઇન્ડેક્સમાં થોડો વધારો નોંધાઈ રહ્યો હતો જ્યારે નિફ્ટી મિડકેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સની નબળી શરૂઆત હતી. શેરબજારના શરૂઆતી કારોબારમાં બીપીસીએલ, કોલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈઝ અને આઈશર મોટર્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટ, ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ, કેપ્રી ગ્લોબલ અને ટીવીએસ મોટરના શેરની નબળી શરૂઆત હતી.
સોમવારે સ્થાનિક શેરબજારના ઘટાડાએ બધાને ચોંકાવી દીધા હતા. ગઇકાલે NSEનો નિફ્ટી 197.80 પોઈન્ટ અથવા 0.91 ટકાના ઘટાડા બાદ 21,513 પર ટ્રેડ બંધ થયો હતો. BSE સેન્સેક્સ 670.93 પોઈન્ટ અથવા 0.93 ટકાના જંગી ઘટાડા સાથે 71,355 ના સ્તર પર બંધ થયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે