ભારત દેશમાં Paytm, PhonePe, Cred, Nobroker, Payzapp, RedGirraffe જેવા ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ અને UPI એપ છે જે તમને ક્રેડિટ કાર્ડથી રેંટ પેમેન્ટ કરવાની સુવિધા આપે છે.
- બેંકમાં પૈસા નથી?
- તો ક્રેડિટ કાર્ડથી ભરો ભાડુ
- જાણો શું છે પ્રોસેસ
ભારત દેશમાં ક્રેડિટ કાર્ડનું ચલણ વધતુ જઈ રહ્યું છે. ક્રેડિટ કાર્ડ ખૂબ સુવિધા આપે છે. લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગથી લઈને રિચાર્જ અને બિલ પેમેન્ટ પણ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ક્રેડિટ કાર્ડથી મકાન કે ભાડુ પણ ચુકવી શકો છો? યોગ્ય કાર્ડનો ઉપયોગ કરી તમે પોતાના રેંટ પેમેન્ટ પર સારા રિવોર્ડ્સ પણ મેળવી શકો છો.
ભારત દેશમાં Paytm, PhonePe, Cred, Nobroker, Payzapp, RedGirraffe જેવા ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ અને પણ એપ છે જે તમને ક્રેડિટ કાર્ડથી રેંટ પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. તમે મકાન માલિકનો બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોર્ડ નાખીને ભાડુ ટ્રાન્સફર કરી શકો છો. જો રેંટ 50,000 રૂપિયાથી વધારે છે તો મકાન માલિકે પાન નંબર આપવો પડી શકે છે.
ક્રેડિટ કાર્ડથી આ રીતે કરો રેંટ પેમેન્ટ
- પોતાના મોબાઈલ પર કોઈ ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડરની વેબસાઈટ અથવા યુપીઆઈ એપ ઓપન કરો.
- જો તમે નવા યુઝર્સ છે તો પોર્ટલ કે યુપીઆઈ એપ પર સાઈન અપ કરો.
- Rent Payment સેક્શન પર જાઓ.
- ઘર કે દુકાનનું ભાડુ, મેન્ટેન્સ કે પ્રોપર્ટી ડિપોઝિટ વગેરેમાંથી એક ઓપ્શન પસંદ કરો.
- ભાડાની રકમ અને પ્રોપર્ટીનું નામ એડ કરો.
- Continue પર ક્લિક કરો
- મકાન માલિકનું નામ એડ કરો.
- પેમેન્ટ મેથડ માટે ક્રેડિટ કાર્ડ સિલેક્ટ કરો.
- મકાન માલિકના બેંક એકાઉન્ટ કે UPIને સિલેક્ટ કરો.
- ભાડાની રકમનું પેમેન્ટ પોતાના બેંક સાથે જોડાયેલા ક્રેડિટ કાર્ડથી કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…