Abhayam News
AbhayamNews

ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતાની પસંદગીમાં નવો ટ્વિસ્ટ? જાણો હવે કોણ છે રેસમાં..

ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ હશે તેની આતુરતાનો અંત આવી જશે. ટૂંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામની જાહેરાત કરશે. છેલ્લા અનેક મહિનાઓથી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસના નવા પ્રમુખ કે વિપક્ષ નેતા કોણ હશે.

કોંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામની આખરી પેનલ તૈયાર કરી દેવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)આખરી નામ પર ચર્ચા કર્યા બાદ સત્તાવાર નવા પ્રમુખના નામની જાહેરાત કરશે. આ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા એટલે કે વિપક્ષના નેતાની પણ પસંદગી કરવામાં આવશે.

જાણકાર સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતું કે કોંગ્રેસમા પ્રમુખ પદ માટે સરપ્રાઇઝ નામ બહાર આવશે. હાલ કોંગ્રેસ પૂર્વ મહામંત્રી અને મધ્યપ્રદેશ પ્રભારી દિપકભાઇ બાબરિયાનું નામ ચાલી રહ્યું છે. આ સાથે પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર (Jagdish Thakor)અને રાજ્યસભા સાસંદ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil)પણ રેસમાં છે. પાર્ટી હાઇ કમાન્ડ ક્યા નામ પર આખરી મ્હોર મારે છે તે તો આવનારો સમય જ કહેશે. કોઇ નવા જ ચહેરાને પાર્ટી કમાન્ડ આપે તેવી પણ વિચારણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

20 વર્ષથી રાહ જોઈ રહ્યા છે રોકાણકારો તૈયાર છે Tataનો IPO

Vivek Radadiya

સુરત:-આ ભાજપ ના નેતાએ રૂપાણી સાહેબ ને પત્ર લખી કહ્યું કે…

Abhayam

આ તાંત્રિકે વિધિના બહાને કર્યું યુવતીનું અપહરણ, પછી દુષ્કર્મ આચર્યું …

Abhayam