સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતે નવી એસટી બસોને લીલી ઝંડી આપી સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતે નવી ૦૫ એસટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું
સુરેન્દ્રનગર-દાહોદ-સુરેન્દ્રનગર રૂટની ૦૨ બસ, સુરેન્દ્રનગર-અંબાજી, સુરેન્દ્રનગર-અમદાવાદ અને સુરેન્દ્રનગર-સોમનાથ રૂટની નવી બસો ફાળવતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ
સુરેન્દ્રનગર જિલ્લ્લાને નવીન 5 બસોની ભેટ મળતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યકત કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા જીલ્લાને નવીન અત્યાધુનિક 5 બસો ફાળવવામાં આવી છે. જેમાંથી 3 બસો સુરેન્દ્રનગર ડેપોને, 1 લિંબડી ડેપો અને 1 ધ્રાંગધ્રા ડેપોને આપવામાં આવી છે.
આ બસો થકી મુસાફરોની સુવિધામાં વધારો થશે. જિલ્લાનાં લોકો વધુમાં વધુ બસ સુવિધાનો લાભ લઈ શાંતિથી, આરામદાયક મુસાફરી કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં નવનિર્મિત સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેન્ડનું લોકાર્પણ પણ કરવામાં આવશે તેમજ જીલ્લાને નવી વોલ્વો બસ પણ સરકાર તરફથી આપવામાં આવશે
જેથી પરિવહનની સુવિધા બહેતર બનશે. તો ધ્રાંગધ્રા એસ.ટી.ડેપો ખાતેથી ધ્રાંગધ્રાથી મહાદેવનગર રૂટની નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખસુ કલ્પના રાવલ અને અગ્રણી કિરીટસિંહ જાડેજાએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી મયુ દવે તેમજ એસ.ટી.ડેપોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો દ્વારા સુરત અને ભુજની લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર-ભુજ રૂટની લક્ઝરી બસ સવારે 5:30 કલાકે સુરેન્દ્રનગરથી ઉપડશે. જ્યારે બીજી બે લક્ઝરી બસો સુરેન્દ્રનગરથી-સુરત રૂટની બસ સવારે 9:00 કલાકે સુરેન્દ્રનગરથી ઉપડશે. જેમાં 2X2 સીટિંગ કેપેસિટી 41 ની છે. બસોની સીટો પુશબેક અને આરામદાયક હોવાથી મુસાફરો શાંતિથી મુસાફરીનો અનુભવ કરશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય, એસ.ટી.બોર્ડ સલાહકાર સમિતિ સભ્ય વનરાજભાઈ, મુકેશ ગોવાણી મહેન્દ્ર પટેલ, સુરેન્દ્રનગર એસ.ટી.ડેપો મેનેજર આઈ.જે.નાયી સહિત ડેપોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતે નવી એસટી બસોને લીલી ઝંડી આપી
નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિત એસટી ડેપો મેનેજર અને આગેવાનોએ લીલી ઝંડી આપી નવી બસને કરાવ્યું પ્રસ્થાન
એસટી વિભાગ દ્વારા નવી ૦૫ એસટી બસ ફાળવતા મુસાફરો, નોકરિયાતો, વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી
એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે