
ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે લાઇવ આવીને આ જાણકારી આપીશ. આશા રાખું છું, તમે બધા ત્યાં હશો. ‘આ પોસ્ટથી 41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીના IPL માંથી સંન્યાસ લેવાના સમાચારો ફેલાઇ રહ્યા છે. ભારતના પૂર્વ ખેલાડી અને મહાન કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નથી રહેતા અને લાઈમ લાઈટમાં આવવાનું પસંદ નથી કરતા. ધોનીએ 15 ઓગસ્ટ વર્ષ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું, પણ તેઓ હજી પણ IPLમાં રમી રહ્યા છે. જો કે હવે ધોનીએ પોતાના ફેસબુક પરથી એક પોસ્ટ કરી છે, જેનાથી ઘણા પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા છે.
ભારતના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ મુકી છે, જેમાં તેમણે 25 સપ્ટેમ્બરના રોજ લાઇવ આવવાની વાત કહી છે. ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગે લાઇવ આવીને આ જાણકારી આપીશ. આશા રાખું છું, તમે બધા ત્યાં હશો. ‘આ પોસ્ટથી 41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીના IPL માંથી સંન્યાસ લેવાના સમાચારો ફેલાઇ રહ્યા છે.
MS Dhoniએ કરી આ પોસ્ટ

ભારતના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ફેસબુક પરથી એક પોસ્ટ નાખી છે, જેમાં તેમણે 25 સપ્ટેમ્બરે લાઈવ આવવાની વાત કહી છે. ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે. ‘હું તમારા સાથે એક ખબર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે લાઈવ આવીને આ જાણકારી આપીશ. આશા રાખું છું, તમે બધા ત્યાં હશો.’
એમએસ ધોનીએ પોતાના ફેસબુક પ્રોફાઈલ પર પોસ્ટ કરીને લાઈવ આવવાની માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે માહી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની પોતાના ફેન્સ સાથે લાઈવ કનેક્ટ થવા જઈ રહ્યો છે. 25 સપ્ટેમ્બરે ધોની તેના ચાહકો સાથે વાત કરશે અને આશા છે કે તે કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે.
આ પોસ્ટ પરથી 41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીના IPLમાંથી સન્યાસની ખબરો તેજ થઈ ગઈ છે. ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત પણ સોશિયલ મીડિયા મારફતે કરી હતી. જો કે હજુ એ ખબર નથી પડી કે તેઓ લાઈવમાં શું એલાન કરવાના છે.
CSK ને 4 વાર બનાવ્યા ચેમ્પિયન

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં CSKએ ચારવાર આઈપીએલની ટ્રૉફી પોતાના નામે કરી છે. ધોની મેદાન પર ખૂબ જ શાંત રહે છે. તેઓ પોતાના શાંત અને ચતુર મગજથી વિરોધીઓને ચિત કરી દે છે. તેમની પાસે DRS લેવાની ગજબ કળા છે.
પણ આઈપીએલ 2022ના પહેલા જ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાની છોડી હતી, ત્યારે રવીન્દ્ર જાડેજાએ કમાન સંભાળી હતી, પણ ત્યાર બાદ ધોની બીજીવાર CSK ટીમના કપ્તાન બની ગયા. આઈપીએલ 2022 સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે તેઓ ચેન્નઈ માટે આઈપીએલ 2023માં પણ રમશે.
દુનિયાના સારા ફિનિશર

મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશરમાં સામેલ છે. તેમણે પોતાના દમ પર ટીમ ઇન્ડીયાને ઘણી મેચો જીતાડી છે. તેમની કેપ્ટનશિપમાં જ ટીમ ઇન્ડીયાએ વર્ષ 2007 નો ટી20 વર્લ્ડકપ, વર્ષ 2011 માં વનડે વર્લ્ડ કપ અને વર્ષ 2013 માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી હતી.મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશરમાં થાય છે. તેમણે પોતાના દમ પર ટીમ ઈન્ડિયાને ઘણી મેચ જીતાડી છે.
ધોનીના એવા ઘણા રેકોર્ડ છે જેને તોડવો કોઈ પણ ખેલાડી માટે આસાન નહીં હોય. તે વિશ્વનો ત્રીજો સૌથી વધુ આઉટ કરનાર વિકેટકીપર છે. ધોનીએ 350 મેચમાં 444 વખત ખેલાડીઓને આઉટ કર્યા છે. જેમાં 321 કેચ અને 123 સ્ટમ્પ સામેલ છે. કુમાર સંગાકારા આ મામલામાં પ્રથમ સ્થાને છે. તેણે 482 ખેલાડીઓને પેવેલિયનમાં મોકલ્યા છે. જ્યારે એડમ ગિલક્રિસ્ટ બીજા સ્થાને છે.