રાજ્યના રાજકારણમાં દરરોજ નવા નવા મોટા વળાંકો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ અનેક મોરચે ઘણા પ્રકારની ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત ચૂંટણી માટે પણ અત્યારથી તૈયારીઓ થઈ રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસ નેતા અમરીશ ડેરને આવેલા એક ફોન કોલના વિષયને લઈને જેટલા મોઢા એટલી વાતો થઈ રહી છે. પણ આ બાબત પર અમરીશ ડેરે ખુલાસો કર્યો છે.
આ આંદોલન અંગેની બાબતની પણ એને જાણ થઈ હશે. અમને પણ ગોપાલ ઈટાલિયાના ફોનમાંથી મારી પર ફોન આવ્યો. તબીયત અને સ્થિતિ બંને પૂછી. શા માટે ઉપવાસ આંદોલન પર ઊતરવું પડ્યું, કારણ અને વિગત બંને પૂછ્યા છે. જે ઉપવાસ આંદોલનની વિગત વિસ્તારથી આપી છે. એને સામેથી કહ્યું છે કે, મારા લાયક કોઈ કામ હોય તો કહેશો. હું આવકારૂ છું પાર્ટી કોઈ પણ હોય ભાજપ હોય કે કોંગ્રેસ, સપા કે આમ આદમી પાર્ટી હોય. લોકોનું હીત જ્યારે જોડાયેલું હોય ત્યારે અહીં કદાચ આવ્યા હોય તબીયત અને વિગત પૂછવા ફોન કર્યો હોય એટલે એ આવકાર્ય છે.
અમરીશ ડેરે કહ્યું કે, સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા. પહેલા એ ધારાસભ્ય અને પછી એ મુખ્યમંત્રી છે. જ્યારે તે કોઈ રાજ્યમાં જતા હોય ત્યારે તેણે ધારાસભ્યની સ્થિતિ જાણી હશે. જે રીતે આખાય ગુજરાતમાં કોંગ્રેસના એક ધારાસભ્ય તરીકે ઉપવાસ આંદોલન વિકાસના કામ વેગ માટે થાય એ આંદોલન અહીં ચાલી રહ્યું છે. આ વસ્તુ એના ધ્યાને આવી હશે. આમ પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા મારા જૂના પરીચીત છે. ગત તા.17 મે ના રોજ તોકતે વાવાઝોડાએ તબાહી મચાવી ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, સંતો-મહંતોએ પોતાની રીતે રાહત આપવા માટે આ વિસ્તારમાં આવેલા છે. એ પરીચયના હિસાબે એ વિગત જાણી હશે.
આમાં કંઈ ખોટું નથી. હું એવું માનું છું કે, દેશની અંદર બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા જુદી છે. પણ બધાનો ધ્યેય એક છે. લોકોનું ભલું કેમ થાય? લોકોનું હિત કેમ સચવાય? લોકોની સુખાકારી કેમ વધે? એ રીતે બધા જ લોકો પોતાની વિચારધારા પ્રમાણે કામ કરી રહ્યા છે. ઓફર કરી હોય એવી કોઈ વાત નથી કે, તમે અમારી સાથે જોડાઈ જાવ. લોકોમાં કુતુહલ હશે. ઘણા આગેવાનો પણ એવું હશે કે, એક પાર્ટીના આગેવાન બીજા સાથે વાત ન કરી કે કંઈ પણ. પણ આવું કંઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…