Abhayam News
AbhayamNews

ગુજરાતના આ વિસ્તારમાં નવા 14 સબસ્ટેશન બનાવવાની મંત્રી મુકેશ પટેલની જાહેરાત….

ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આવનારા અનેક વર્ષો સુધી ગ્રામજનોને વીજળીની સુવિધા અવિરત મળી રહે તે માટે માંગરોળ અને ઉમરપાડામાં સ્થાપિત થનારા બે 66 કે.વી.સબસ્ટેશન આશીર્વાદરૂપ બની રહેશે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં નવા 14 સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર લોવોલ્ટેજની સમસ્યા નિવારી વિનાવિક્ષેપ અને ગુણવત્તાયુક્ત વીજપુરવઠો આપવા સંકલ્પબદ્ધ હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવી રાજ્ય સરકારની જનહિતકારી કામગીરીને વધુ તેજ ગતિમાં આગળ વધારશે એમ ઉમેર્યું હતું.

ગુજરાત સરકારે જણાવ્યું કે, નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે માંગરોળ તાલુકાના શાહ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.-જેટકો દ્વારા રૂ.6 કરોડના ખર્ચે સ્થાપિત થનાર 66 કે.વી.સબ સ્ટેશનનું ભૂમિપૂજન અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રૂા.60 લાખના ખર્ચે નવનિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ,ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા 20 વર્ષમાં વર્તમાન સરકારે 2.50 લાખ આદિજાતિ ખેડૂતોને કૃષિ વીજજોડાણ આપવામાં આવ્યા છે.

કોરોના દર્દીઓને સારવાર લેવા માટે દુર સુધી જવું ન પડે તે માટે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સટવાણ અને ઉભારીયા ગામે સબસ્ટેશન નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ધારાસભ્યે આગામી સમયમાં સૌ કોઈએ પ્રિ-કોશન ડોઝ લેવાનો અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, બીજી લહેર દરમિયાન ઓક્સિજનની તીવ્ર જરૂરિયાત અનુભવાઈ હતી, આવી સ્થિતિનો આગોતરા સામનો કરવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં ઓક્સિજન પ્લાન્ટો કાર્યરત કરી દીધા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરતા ધારાસભ્ય અને પૂર્વમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 100થી વધુ 66 કેવી સબ સ્ટેશન નિર્માણ કરીને અંધારામાંથી અજવાળા પાથરવાનુ કાર્ય આ સરકારે કર્યું છે.

માંગરોળ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂા.60 લાખના ખર્ચે નિર્મિત થયેલા 250 LPMની કેપેસિટીના ઓક્સિજન પ્લાન્ટ સાથે 30 ઓક્સિજન બેડની સુવિધા ઊભી થઈ છે.

આમ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે છેવાડાના આદિવાસી વિસ્તારના કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન પ્લાન્ટ આશીર્વાદરૂપ બનશે.

આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, જેટકોના એમ.ડી. ઉપેન્દ્ર પાંડે, DGVCL ના મુખ્ય ઈજનેર રીટા પરેરા, જેટકોના મુખ્ય ઈજનેર કે.આર.સોલંકી, પ્રાંત અધિકારી જનમ ઠાકોર, મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રાજેન્દ્ર વસાવા, કોસંબા એ.પી.એમ.સી.ચેરમેન દિલીપસિંહ રાઠોડ સહિત DGVCL અને જેટકોના અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મહીપતસિંહ ચૌહાણ એટલે ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોનો મસીહા

Abhayam

શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગો છો?

Vivek Radadiya

ખાદ્ય સામગ્રીમા ભેળસેળ બાબતે મુખ્યમંત્રી આકરા પાણીએ

Vivek Radadiya