Abhayam News
AbhayamNews

પાંડેસરામાં પોન્ઝી સ્કીમનાં નામે કરોડોની ઠગાઇ કરનારા RE ગોલ્ડ કંપની સામે કેસ દાખલ…

હિનામાં ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લોભામણી સ્કીમ આપી સાડા પાંચ લાખ લોકોની આઇડી બનાવી કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હતી. સમગ્ર મામલે પોલીસે એકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

પાંડેસરામાં ચીકુવાડી ખાતે આવિર્ભાવ સોસાયટીમાં રહેતા મોહન આનંદા પાટીલ સાડીનો વેપાર કરે છે. ગત તા. 10/7/21 ના રોજ મિત્ર હસ્તક ડિંડોલીના રિઝન્ટ પ્લાઝામાં આર.ઇ.ગોલ્ડ નામથી અજય કઠેરિયાએ ઓફિસ શરૂ કરી છે

અને જેમાં રોકાણ કરવાથી ઊંચો નફો મળશે એવી જાણકારી મળી હતી. જેથી તેઓ રિઝન્ટ પ્લાઝામાં આર.ઇ.ગોલ્ડ નામની ઓફિસે ગયા હતા.

ત્રણ માસ પછી પાકતી મુદ્દત 80 હજાર આપવાની બાંયધરી અપાઇ હતી. ત્યારબાદ મોહનભાઇએ પત્નીના નામે ડાયમંડ રોયલ્ટી પેકેજ સ્કીમ અંતર્ગત 61 આઇડી ચાલુ કરવા માટે 1.55 લાખ કંપનીમાં જમા કરાવ્યા હતા.

અહીં અજય કઠેરીયા અને તેમનો પુત્ર આકાશ મળ્યો હતો. તેઓએ રોકાણની અવનવી લોભામણી સ્કીમ સમજાવી હતી. કંપનીની સ્કીમમાં રોકાણ કરશો તો ૩ મહિનામાં નાણાં ત્રણ ગણા થઇ જશે એવું ધુપ્પલ પણ ચલાવાયું હતું.

જેથી મોહનભાઇ લલચાતા તેમણે 2400ની 2 એવી 11 આઇડી ચાલું કરવા માટે અજય કોરીયાને 26,400 આપ્યો હતો.

આ છેતરપિંડીની ઘટનામાં એક પછી એક ફરિયાદીઓ સામે આવી રહ્યા છે ત્યારે પોલીસે એક પછી એક ગુના દાખલ કરી તપાસ શરૂ કરતા મોટા પ્રમાણમાં છેતરપિંડી થયા હોવાનું સામે આવી રહ્યું છે

શરૂ-શરૂમાં પાકતી તારીખે નફાની રકમ ચૂકવાતી હોય મોહનભાઇએ તેમના સગાંસંબંધીઓ અને મિત્રો વિગેરે મળી 242 લોકોના આઇડી ખોલાવવા 5.80 લાખ કંપનીમાં જમા કરાવ્યા હતા.

જો કે ત્યારબાદ પૈસા આપવાનું બંધ કરી દીધા હતા. જેથી સમગ્ર મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજય કઠેરીયાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા રાહતસામગ્રી સૌરાષ્ટ્ર તરફ રવાના..

Abhayam

આ ધારાસભ્યે ઓક્સીઝન પ્લાન્ટ બનાવવા માટે રસ્તા ઊપર ઉતરીને ‘ભીખ’માંગી …જાણો કોણ છે આ ધારાસભ્ય ?

Abhayam

CM ભૂપેન્દ્ર પટેલે પ્રતિબંધોને લઈને કોર કમિટિની બેઠકમાં આ નિર્ણયો લીધા….

Abhayam

25 comments

Comments are closed.