Abhayam News
AbhayamNews

સરકારે કરી જાહેરાત:-31 માર્ચ પહેલા જ પુરા કરી લો આ કામ નહીંતર લાગશે આટલો દંડ..

પાનકાર્ડ એ નાણાકીય વ્યવહારો માટે વપરાતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ રોકાણ કરનારા માટે પાનકાર્ડ ફરજિયાત છે. પાનકાર્ડમાં 10 આંકડાનો આલ્ફાન્યુમેરિક નંબર છે, જે આવકવેરા વિભાગને તમે રોકાણ કરેલા અને વ્યવહાર કરેલા નાણાંની રકમથી પણ વાકેફ કરે છે.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવામાં આવી રહ્યું છે, જેની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 નક્કી કરવામાં આવી છે. જો તમે પાનકાર્ડને અગાઉ આધારકાર્ડ સાથે લિંક નહી કરો તો પાનકાર્ડ અમાન્ય બની જશે અને ફક્ત એટલું જ નહીં તમારે વધારે પેનલ્ટી પણ ચૂકવવી પડી શકે છે.

આજે દરેક સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ઓળખપત્ર માટે આધારનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આવી સ્થિતિમાં પાનકાર્ડ સાથે જો લિંક કરવામાં આવે તો છેતરપિંડીનો અવકાશ પણ ખુબ જ ઓછો રહેશે. આધાર કાર્ડ લિંક કર્યા બાદ અનેક નાણાકીય સુવિધાઓનો પણ લાભ લઈ શકાય છે. જો તમને આધાર અને પાન એકસાથે કેવી રીતે લિંક કરવું? તે ખબર ના હોય તો અહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી શકો છો.

આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ NSDLપર પહેલા રજિસ્ટર કરો.અરજી કર્યા બાદ લોગિન આઈડી, પાસવર્ડ અને જન્મતારીખ સાથે લોગિન કરો.
અહીં એક વિકલ્પ તમને તમારા પાનકાર્ડને આધાર સાથે જોડવાનું કહેશે. જો નહીં તો “પ્રોફાઇલ સેટિંગ્સ” પર ક્લિક કરો અને પછી “લિંક બેઝ” નો વિકલ્પ પસંદ કરો.


ત્યારબાદ તમારી સામે એક નવું પેઈજ ખુલશે, અહીં તમારી સંપૂર્ણ માહિતી ભરો.જો વિગતો મેચ થતી હોય તો તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો અને “લિંક આધાર” બટન પર ક્લિક કરો.
આટલું કરવાથી તમારું પાનકાર્ડ સફળતાપૂર્વક આધારકાર્ડ સાથે લિંક થઇ જશે.

આધાર-પાન લિંકિંગની છેલ્લી તારીખ હવે સરકારે 31 માર્ચ, 2022 નક્કી કરી છે.

જો કોઈ વ્યક્તિ આ તારીખ સુધીમાં કામ નહિ પતાવે તો પાનકાર્ડ અમાન્ય થઈ જશે અને તેને બનાવવા માટે 1 હજાર રૂપિયાનો દંડ પણ ચૂકવવો પડશે તેમજ જો કોઈ વ્યક્તિ નિષ્ક્રિય હોય ત્યારે તેના પાનકાર્ડનો ઉપયોગ કરશે તો તેને 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જૂની પેન્શન યોજનાને મુદ્દે સમગ્ર ગુજરાતમાં શિક્ષકોની મહાપંચાયત

Vivek Radadiya

PM મોદી::દોસ્તી નિભાવશે, Japan Visit માટે રવાના, શિંજો આબેના અંતિમ સંસ્કારમાં લેશે ભાગ

Archita Kakadiya

દીપડાએ હુમલો કરતા 11 વર્ષીય બાળકીનું મોત

Vivek Radadiya