અમદાવાદ : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ સોમવારે દિવસભર વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મંગળવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે. સોમવારે રાજ્યભરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં સોમવારે દિવસભર વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. સોમવારે દિવસભર રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. જેમા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજ્યમાં મોટાભાગની જગ્યાએ વરસાદ નહીં પડે. મંગળવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે.
હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ હજુ એક દિવસ રાજ્યવાસીઓએ ડબલ સિઝન સહન કરવી પડશે. મંગળવારથી રાબેતામુજબ વાતાવરણ થવા લાગશે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નહીં પડે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી
ઉંઘતુ ઝડપાયુ મ્યુનિસિપલ કોર્પોરેશન
જો કે હવામાન વિભાગની વરસાદની આગાહી છતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉંઘતુ ઝડપાયુ છે. ભારે વરસાદની આગાહી બાદ પણ AMCના મોન્સુન કંટ્રોલરૂમ પર તાળુ જોવા મળ્યુ. કમોસમી વરસાદને લઈને કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. કોર્પોરેશનના અધિકારીઓ જાણે રવિવારની મજા માણતા હોય તેવુ લાગી રહ્યુ છે. AMCનો મોન્સુન કંટ્રોલરૂમ બંધ હાલતમાં જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે