Abhayam News
Abhayam

ટિકિટ બુક કરતી વખતે આ રીતે સુધારો તમારી ભૂલ

train tickate

ટિકિટ બુક કરતી વખતે આ રીતે સુધારો તમારી ભૂલ અત્યારે મોટાભાગના લોકો દરેક ટિકિટ ઓનલાઈન જ બુક કરાવતા હોય છે. ત્યારે કેટલીક વાર ઉતાવળમાં ટિકિટ બુક કરાવતા મુસાફરો દ્વારા અનેક નાની- મોટી ભૂલો થઈ જાય છે. ત્યારે શું કરવુ તે આજે આપણે આ લેખમાં જોઈશું. મોટા ભાગના લોકો જ્યારે ઉતાવળમાં ટિકિટ બુક કરે છે ત્યારે ખોટુ નામ લખાઈ જાય છે અથવા તો નામમાં લખવમાં ભૂલ થઈ જાય છે.

ટિકિટ બુક કરતી વખતે આ રીતે સુધારો તમારી ભૂલ

ભારતમાં લાખો લોકો ભારતીય રેલવેમાં મુસાફરી કરે છે. તેમજ અત્યારે લોકો ટિકિટ કાઉન્ટર પર ઉભા રહેવાના બદલે IRCTCની વેબસાઈટ પર જઈને ઓનલાઈન બુકિંગ કરાવતા હોય છે. જેના પગલે મુસાફરોના સમયનો બચાવ થાય છે. અને રેલવે સ્ટેશન પર ભીડ વચ્ચે ઉભા રહેવુ પડતુ નથી. જો કે આઈઆરસીટીસી દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવી ખૂબ જ સરળ છે. પરંતુ કેટલીકવાર બુકિંગ સમયે અજાણ્યે કેટલીક ભૂલો થાય છે.

કેટલીક વાર ઉતાવળમાં ટિકિટ બુક કરાવતા મુસાફરો દ્વારા અનેક નાની- મોટી ભૂલો થઈ જાય છે. ત્યારે શું કરવુ તે આજે આપણે આ લેખમાં જોઈશું. મોટા ભાગના લોકો જ્યારે ઉતાવળમાં ટિકિટ બુક કરે છે ત્યારે ખોટુ નામ લખાઈ જાય છે અથવા તો નામમાં લખવમાં ભૂલ થઈ જાય છે.

આ પ્રકારની ભૂલ થાય તો મુસાફરોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઈ-ટિકિટમાં ખોટી વિગતો ભરી છે. તો તેને તરત જ સુધારવી જોઈએ. અમે તમને એવી સરળ રીત વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારી ભૂલ સરળતાથી સુધારી શકો છો.

ખોટું નામ કેવી રીતે સુધારવું?

જો ઈ-ટિકિટમાં મુસાફરનું નામ ખોટુ લખવામાં આવ્યુ છે. તો તમારે મુસાફરીના ઓછામાં ઓછા 24 કલાક પહેલા તમારુ નામ બદલાવા માટે રેલવે સ્ટેશનની મુલાકાત લેવી પડશે. આ પછી તમારે સ્ટેશન પર ચીફ રિઝર્વેશન સુપરવાઈઝરને મળવુ પડશે.

ટિકિટમાં દાખલ કરેલ નામ સુધારવા માટે ફક્ત ચીફ રિઝર્વેશન સુપરવાઈઝરને જ અધિકાર છે. ત્યાં તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા કોઈપણ આઈડી પ્રૂફ સાથે માન્ય ઈ-ટિકિટ બતાવવી પડશે.

આ પછી તમારે તમારી ભૂલ વિશે માહિતી આપવી પડશે.ત્યારબાદ CRS ટિકિટ પર સ્ટેમ્પ લગાવશે અને તમારી ટિકિટ માન્ય થઈ જશે. જો તમારી આ જ પ્રક્રિયા લિંગ અને ઉંમરમાં ફેરફાર માટે પણ કરવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરતઃ-ગઠિયાઓએ રૂ.20 કરોડની આચરી છેતરપિંડી, ઠગાઈની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ…

Abhayam

Google Pay અને Paytm એ ફી વસૂલવાનું શરૂ કરી દીધું

Vivek Radadiya

ખેડૂતો ચિંતિત:- ગુજરાતમાં આ તારીખે માવઠાની આગાહી….

Abhayam