બજેટ 2024ને લઈ વિવિધ દાવોઓના મેસેજ થયા વાયરલ બજેટ 2024ને થોડો જ સમય બાકી રહ્યો છે. જેની સાથે સંભવિત જાહેરાતોને લઈ અટકળો શરૂ થઈ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર આવતા બજેટમાં ત્રણ દિવસ વિક ઓફની જાહેરાત કરી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર બજેટમાં વિકમાં ત્રણ રજાની જાહેરાત કરશે. અત્રે જણાવી કે, દેશમાં મોટા ભાગની સંસ્થાઓમાં એક અથવા બે દિવસની સાપ્તાહિક રજા હોય છે.
બજેટ 2024ને લઈ વિવિધ દાવોઓના મેસેજ થયા વાયરલ
શુ દાવો કરવામાં આવી રહ્યો છે
એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બે દિવસની રજા જૂની થઈ ગઈ છે. સરકાર ત્રણ રજા પોલિસી લાવી રહી છે. વાયરલ પોસ્ટમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બતાવવામાં આવ્યો છે. સાથો સાથ દાવો કરવામાં આવી રહ્યો છે કે, બજેટ 1 ફેબ્રુઆરી 2024 રજૂ કરવામાં આવશે તેમજ આ બજેટમાં સેલેરી અને રજાને લઈ બદલાવ કરવામાં આવશે તેવો પણ દાવો કરવામાં આવશે.
સત્ય શું છે ?
પ્રેસ ઈન્ફર્મેશન બ્યૂરો એટલે કે, PIBએ આ દાવોને નકાર્યો છે. PIBએ આ દાવોને ખોટો ગણાવ્યો છે. વધુમાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. PIBએ વાયરલ થઈ રહેલા તમામ દાવો ખોટો હોવાનું જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે