Abhayam News
AbhayamNewsSports

લગ્ન કરો વર્લ્ડકપ જીતો

Marry Win the World Cup

લગ્ન કરો વર્લ્ડકપ જીતો આવું અમે એટલા માટે કહી રહ્યા છે કે, કેટલાક કેપ્ટન કે પછી ખેલાડીઓ એવા છે જેમણે લગ્ન કર્યા બાદ ટીમને વર્લ્ડકપ ટ્રોફી જીતાડી છે. તો હવે આગામી વર્લ્ડ કપ કઈ ટીમના ખેલાડી કે કેપ્ટન લગ્ન કરે છે અને ટીમને ટ્રોફી જીતાડશે. આ વખતે તો ઓસ્ટ્રેલિયાએ બાજી મારી હવે કોણ મારશે,

2003 થી 2019 સુધી ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર કેટલાક કેપ્ટનો છે જેમણે વર્લ્ડ કપ જીત્યાના એક વર્ષમાં લગ્ન કરી લીધા. જેમાં મહેન્દ્ર સિંહ ધોની થી લઈ રિકી પોન્ટિંગ, ઇયોન મોર્ગને તેમજ પેટ કમિન્સનું નામ પણ સામેલ છે. જેમણે હાલમાં વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાની ટીમને વર્લ્ડ કપ જીતાડ્યો છે.

Marry Win the World Cup

લગ્ન કરો વર્લ્ડકપ જીતો

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે 22 જૂન 2002ના રોજ રિયાના જેનિફર કેન્ટર સાથે લગ્ન કર્યા અને એક વર્ષ પછી 2003માં તેણે ફાઇનલમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. આવા અન્ય ખેલાડીઓ પણ છે જેમણે લગ્ન કર્યા બાદ વર્લ્ડ કપ ટ્રોફી જીતાડી છે. તો ચાલો આ ખેલાડીઓ વિશે જાણીએ.

રિકી પોન્ટિંગ બે વખતના વર્લ્ડ કપ વિજેતા સુકાનીએ 2003માં જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારતને ફાઇનલમાં હરાવ્યું ત્યારે તેમની ટીમને ત્રીજું ટાઇટલ જીતાડ્યું હતુ. જૂન 2002માં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ રિયાના કેન્ટોર સાથે લગ્ન કર્યાના એક વર્ષ પછી પોન્ટિંગે માર્ચ 2003માં વર્લ્ડ કપ જીત્યો હતો.

Marry Win the World Cup

એમએસ અને સાક્ષી ધોનીએ 4 જુલાઈ 2010ના રોજ દેહરાદૂનમાં લગ્ન કર્યા હતા. ધોની અને સાક્ષીએ 4 જુલાઈ, 2010ના રોજ લગ્ન કર્યા હતા અને 2011માં ધોની ભારતને વર્લ્ડકપની ભેટ આપી હતી. આ કપલના ઘરે ઝિવા નામની પુત્રી છે, જેનો જન્મ 6 ફેબ્રુઆરી, 2015ના રોજ થયો હતો.

ઇયોન મોર્ગને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ તારા રિડગવે સાથે 2018 માં લગ્ન કર્યા અને 2019માં ઇંગ્લેન્ડને ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતાડી હતી.

Marry Win the World Cup

ફેબ્રુઆરી 2020માં કમિન્સે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ બેકી બોસ્ટન સાથે સગાઈ કરી હતી. દંપતીને એક પુત્ર છે. તેઓએ 1 ઓગસ્ટ 2022ના રોજ લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ છઠ્ઠી વખત 2023માં વર્લ્ડ ચેમ્પિયન બની છે, જ્યારે કેપ્ટન પેટ કમિન્સ બીજી વખત આઈસીસી ટ્રોફી જીતાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

બનાવટી સહી કરી ભત્રીજાઓએ બેંકમાંથી ઉપાડી લીધા 5.71 કરોડ રૂપિયા

Vivek Radadiya

સુરતમાં સ્પોર્ટસ કલ્ચરને પ્રોત્સાહન આપવા સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન બનાવાશે…

Abhayam

ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેએ ભારત અને ચીન અંગે કર્યો ઉલ્લેખ

Vivek Radadiya