Abhayam News
Abhayam

ગૃહમંત્રીનું રાજીનામું: હવે પાટીલ સંભળાશે ગૃહમંત્રીનો પદભાર- જાણો જલ્દી…

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. વસૂલીના આક્ષેપમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના CM અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. દેશમુખે પોતાનું રાજીનામું CM ઉદ્ધવ ઠાકરેને મોકલી દેવામાં આવ્યું છે. દેશમુખ ઉદ્ધવને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ગૃહ મંત્રીના રાજીનામાંની વચ્ચે NCP ચીફ શરદ યાદવ તથા ડેપ્યુટી સીએમ અજિત પવાર વચ્ચે મુલાકાત થઈ છે.

દેશમુખના રાજીનામાં પછી NCPના દિલીપ વલસે પાટીલ બનશે રાજ્યના ગૃહમંત્રી:
મહારાષ્ટ્રના ગૃહમંત્રીના પદ પરથી અનિલ દેશમુખે રાજીનામું આપ્યા પછી NCPના નેતા દિલીપ વલસે પાટીલને આ જવાબદારી સોપવામાં આવશે. મળી રહેલ જાણકારી મુજબ પાટીલને આ જવાબદારી મળવી એ લગભગ નક્કી જ છે. બસ, ફક્ત જાહેરાત કરવાની જ બાકી છે.

દેશમુખે રાજીનામામાં લખ્યું હતું કે, આજે એડવોકેટ જયશ્રી પાટીલની અરજી પર માનનીય હાઇકોર્ટએ CBI તપાસના આદેશ આપ્યો છે, આની માટે હું નૈતિક આધાર પર ગૃહમંત્રીના પદ પરથી રાજીનામું આપું છું. હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે, મને ગૃહમંત્રીપદ પરથી મુક્ત કરવામાં આવે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા CBIને ફક્ત 15 દિવસમાં પ્રાથમિક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે, આક્ષેપ નાનો નથી તેમજ રાજ્યના ગૃહમંત્રી પર છે, આની માટે પોલીસ તેની નિષ્પક્ષ તપાસ કરી શકતી નથી. કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ આદેશ ડો. જયશ્રી લક્ષ્મણરાવ પાટીલ દ્વારા કરવામાં આવેલ જાહેરહિતની અરજી બાબતે આપવામાં આવ્યો હતો.

પરમબીર સિંહના આક્ષેપ:
પરમબીર સિંહનું માનવું છે કે, ગૃહમંત્રી દેશમુખે સસ્પેન્ડેડ API સચિન વઝેને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. પરમબીર સિંહનો દાવો હતો કે, તેમણે CM ઉદ્ધવ ઠાકરેને પણ આ વાત જણાવવામાં આવી હતી પણ કેટલાક દિવસ પછી તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

પરમબીરે પોતાની ટ્રાન્સફરના આદેશને પણ પડકાર્યો છે. તેમનું જણાવવું છે કે, ટ્રાન્સફર-પોસ્ટિંગ પર અધિકારી રશ્મિ શુક્લાના રિપોર્ટની તપાસ કરવી જોઈએ. પરમબીર સિંહનો દાવો છે કે, ગૃહમંત્રી દેશમુખ સચિન વઝેની સાથે જ પોતાના બંગલા પર સતત બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન 100 કરોડ કલેક્શનનો ટાર્ગેટ અપાયો હતો. પરમબીરે દેશમુખના બંગલાના CCTV ફૂટેજની તપાસ કરવાની માગણી પણ કરવામાં આવી છે.

Related posts

વડોદરાની કંપનીમાં બોઇલર ફાટ્યું, આટલા ના મોત…

Abhayam

સુરતમાં સ્પોર્ટસ કલ્ચરને પ્રોત્સાહન આપવા સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશન બનાવાશે…

Abhayam

રતન ટાટા કોરોનામાં મૃત્યુ પામનાર કર્મચારીને એવી સહાય કરશે કે તમે પણ કહેશો વાહ..

Abhayam

Leave a Comment