Abhayam News
Abhayam News

આસામ :: EVM માં મતદારોની સંખ્યા કરતા વધુ મત નીકળતા 5 અધિકારીઓ સસ્પેન્ડ

આસામમાં હાલમાં થઈ રહેલી ચુંટણીના અનુસંધાને ત્યાના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખુબ મોટો ગોટાળો બહાર આવ્યાની ઘટના પ્રકાશિત થઇ રહી છે. આસામના દીમાં હસાઉ જીલ્લામાં એક બુથ ઉપર આ ઘટના સામે આવી હતી.

આસામના એક બુથ ઉપર બુથની મતદાર યાદી મુજબ કુલ ૯૦ વ્યક્તિઓ મત આપવા માટે લાયક ગણવામાં આવેલ હતા. પરંતુ તેની અંતે ગણતરી દરમિયાન ૧૭૧ મત નીકળતા ફરી એક વખત EVM ઉપર શંકા ઉપજી હતી અને સમગ્ર વિસ્તારમાં ખુબ હોબાળો મચવા પામ્યો હતો.

આ ઘટનાને ધ્યાને લઇ અને ત્યાના ચુંટણી અધિકારી દ્વારા બુથના પોલીગ અધિકારી સહીત ૫ થી વધુ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તમામ અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

હાલમાં જ અન્ય જગ્યાએ ભાજપના એક નેતાની ખાનગી ગાડી માંથી EVM મળવાની ઘટના પણ સામે આવી હતી. અવાર નવાર બનતી આવી ઘટનાઓથી જ સામાન્ય લોકોને EVM ઉપર અવિશ્વાસ ઉત્પન્ન થયો છે અને આવી ઘટનાઓ પછી હવે જોવાનું રહ્યું કે આવા અધિકારીઓ ઉપર શું પગલા લેવામાં આવે છે.

Related posts

અત્યારે જો હું ભારત દેશનો પ્રધાનમંત્રી હોઉ તો…

Abhayam

કોરોનાના નવા વાયરસ વિશે સુરત કમિશ્નરે આપેલી આ માહિતી અચૂક જાણો, નહિંતર થઈ શકે છે મોટું નુકસાન

Kuldip Sheldaiya

બેન્ક ખાનગીકરણ સામે આજથી રાજ્યના 25,000 બેન્ક કર્મચારીઓની હડતાળ…

Abhayam

Leave a Comment