Abhayam News
AbhayamSocial Activity

લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ સુરતની સેવાકીય સંસ્થા લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટની નોંધ લીધી..

સુરતમાં છેલ્લા 13 વર્ષ થી ચાલી રહેલી સંસ્થા જે વડીલોને નિઃશુલ્ક યાત્રા કરાવે છે, માં બાપ વગરની દીકરીને સગાઈ અને લગ્ન કરાવે છે સાથે કોવીડ -19 દરમિયાન કરીયાણા કીટ, નાસ્તા,અને કોવીડ આઇસોલેશન સેન્ટર ચાલુ કરી 300 થી વધુ દર્દીને સાજા કરી ઘરે મોકલ્યા હતા આવી બધી અનેક સેવા પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને લંડન સ્થિત સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઈટાલિયા ની કામગીરી ની નોંધ લીધી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત આવ્યું હતું.

ફાઉન્ટેન બેન્કવેટ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 13 વર્ષ પછી સંસ્થાનાં નવા યુવા ટ્રસ્ટી તરીકે શ્રી રિતુલ નારીયા ની નિમણુંક કરવામાં આવી હતી, 2021 દરમિયાન સગાઈ અને લગ્ન થયેલ દીકરીનું ભોજન સાથે સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું, કોરોનાની બીજી વેવમાં આયસોલેશન સેન્ટરમાં પોતાના જીવની ચિંતા ના કરતા દિવસ રાત સેવા આપનાર કાર્યકર્તાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ લોકોએ આ તારીખ સુધીમાં ફરજિયાત વેક્સીન લેવી પડશે:-ગુજરાત સરકારનો આદેશ..

Abhayam

નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી શિક્ષકો માટે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનો શુભારંભ

Vivek Radadiya

IPL 2022: 4 ભારતીય દિગ્ગજો આવશે આમને-સામને,10 ટીમોના કેપ્ટન નક્કી…

Abhayam

2 comments

Comments are closed.