Abhayam News
AbhayamGujarat

રાજકોટમાં બનાવાશે લાયન સફારી પાર્ક

Lion Safari Park will be built in Rajkot

રાજકોટમાં બનાવાશે લાયન સફારી પાર્ક રાજકોટમાં દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક મનપા દ્વારા બનાવવામાં આવશે. જ્યાં 33 હેક્ટર જગ્યામાં 30 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક બનાવવામા આવશે. અત્રે જણાવીએ કે, 2026માં જીપમાં બેસીને લોકો સિંહદર્શન કરી શકાશે. જે અનુસંધાને કેન્દ્ર સરકારે પાર્ક બનાવાની મંજૂરી પણ આપી છે. આજીડેમ અને પ્રદ્યુમન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મુકવામાં આવશે. ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રોજેક્ટ  પૂરો કરશે 

રાજકોટમાં બનાવાશે લાયન સફારી પાર્ક

મનપાના કમિશનર શું જણાવ્યું ?
રાજકોટ મનપાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે, આપણે મહાનગર પાલિકા તરફથી લાયન સફારી બાનાવવાનું પણ નક્કી કર્યું છે. જે સંદર્ભ પ્લાટેશનની જે કામગીરી હોય તે ઓલરેડી કરવામાં આવેલી છે, સાથો સાથ 33 હેક્ટર જેટલી જમીનને ઓલ ઓવર નેશનલ ઝૂ ઓથોરિટીના નામ પ્રમાણે સફારી બનાવવાની હોય છે, તે પ્રમાણે આપણે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. આપણી પાસે લાયન બ્રિડિંગ સેન્ટર પણ આવેલું છે. વધુમાં કહ્યું આ સફારી અંગેની પ્રપોજન પણ નેશનલ ઝૂ ઓથોરેટિને પણ મોકલી આપેલી છે. તેમના તરફથી આપણને કેટલા સૂચનો પણ પણ મળેલા છે.   

2થી 2.5 વર્ષમાં તમામ કામગીરી પૂર્ણ થશે
કમિશનરએ જણાવ્યું કે, નાના મોટા કન્ટ્રેક્શન અને ગેટ જેવી કામગીરી 2થી 2.5 વર્ષમાં તમામ કામગીરી પૂર્ણ કરી અને જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષના બજેટમાં સફારી પાર્ક માટે અલગથી જોગવાઈ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરશે અને ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ભારત-પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ નક્કી ?

Vivek Radadiya

ગુજરાતમાં ધોરણ 10-12ની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર, વિદ્યાર્થીને કેટલો લાભ? નબળા માટે પ્લસ પોઈન્ટ

Vivek Radadiya

જાણો મોટા સમાચાર:-ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતાના માટે કયા નેતાઓ છે રેસમાં ?

Abhayam