”જન્મ અને કૌટુંબિક જીવન”
નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્યુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.
પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનો એક કુલીન પરિવાર માનવામાં આવતો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.
પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબુ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબુની પત્નીનું નામ વિભાવતી હતું.
”અભ્યાસ અને છાત્ર જીવન”
બાળપણમાં, સુભાષચંદ્ર બોઝ કટકમાં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતા. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુષુપ્ત દેશભક્તિ જાગૃત કરી.
25 વર્ષની ઉંમરે, સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધમાં ઘરેથી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતા.
મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેનનો ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતો. આ માટે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં મહાવિદ્યાલયમાં હડતાલ કરાઈ હતી.
૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવાની પરીક્ષામાં સફળ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.
“નાઝી જર્મનીમાં વાસ્તવ્ય અને હિટલર સાથે મુલાકાત”
બર્લિનમાં સુભાષબાબુ સર્વપ્રથમ રિબેન ટ્રોપ જેવા જર્મનીના અન્ય નેતાઓને મળ્યા. એમણે જર્મનીમાં ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિંદ રેડિઓની સ્થાપના કરી. એ જ વખતે સુભાષબાબુ, “નેતાજી” નામથી જાણીતા થયા. જર્મન સરકારના એક મંત્રી એડૅમ ફૉન ટ્રૉટ સુભાષબાબુના સારા મિત્ર બની ગયા.
આખરે ૨૯ માર્ચ, ૧૯૪૨ના દિવસે, સુભાષબાબુ જર્મનીના સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલરને મળ્યા. પણ હિટલરને ભારતના વિષયમાં વિશેષ રૂચી ન હતી. એમણે સુભાષબાબુને સહાયતા માટે કોઈ સ્પષ્ટ વચન ન આપ્યું.
ઘણા વર્ષો પહેલા હિટલરે “માઈન કામ્ફ” નામક પોતાનું આત્મચરિત્ર લખ્યું હતું. આ કિતાબમાં એમણે ભારત અને ભારતીય લોકોની બુરાઈ કરી હતી. આ વિષય પર સુભાષબાબુએ હિટલર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી. હિટલરે પોતાના કાર્ય પર માફી માંંગી અને માઈન કામ્ફની આવનારી આવૃત્તીમાંથી એ પરિચ્છેદ કાઢી નાખવાનું વચન દીધું.
અંતે, સુભાષબાબુને ખબર પડી કે હિટલર અને જર્મની પાસેથી એમને કંઈ વધુ નહીં મળે. આથી ૮ માર્ચ, ૧૯૪૩ ના દિવસે, જર્મનીના કીલ બંદરમાં, તેઓ પોતાના સાથી અબિદ હસન સફરાનીની સાથે, એક જર્મન સબમરીનમાં બેસીને, પૂર્વ એશિયાની તરફ નીકળી ગયા. આ જર્મન સબમરીન એમને હિંદ મહાસાગરમાં માદાગાસ્કરના કિનારા સુધી લઇ આવી. ત્યાં તેઓ બંને ખુંખાર સમુદ્રમાં તરીને જાપાની સબમરીન સુધી પહુંચી ગયા. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં, કોઈ પણ બે દેશની નૌસેનાઓની સબમરીનો દ્વારા, નાગરિકો-લોકોની આ એકમાત્ર અદલા બદલી થઈ હતી. આ જાપાની સબમરીન એમને ઇંડોનેશિયાના પાદાંગ બંદર સુધી લઇ આવી.
પૂર્વ એશિયા પહોંંચીને સુભાષબાબુએ સર્વપ્રથમ, વયોવૃદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોસ પાસેથી ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સંભાળ્યું. સિંગાપુરના ફરેર પાર્કમાં રાસબિહારી બોસે ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સુભાષબાબુને સોંંપી દીધું.
જાપાનના પ્રધાનમંત્રી જનરલ હિદેકી તોજોએ, નેતાજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને, એમને સહકાર્ય કરવાનું આશ્વાસન આપ્યું. ઘણા દિવસો પછી, નેતાજીએ જાપાનની સંસદ ડાયટની સામે ભાષણ દીધું.
21 અક્તૂબર, 1943ના દિવસે , નેતાજીએ સિંગાપુરમાં અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ (સ્વાધીન ભારતની અંતરિમ સરકાર)ની સ્થાપના કરી . તેઓ ખુદ આ સરકારના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રી બન્યા . આ સરકારને કુલ નવ દેશોંની માન્યતા દીધી . નેતાજી આજ઼ાદ હિન્દ ફૌજના પ્રધાન સેનાપતિ પણ બની ગયા .
આજ઼ાદ હિન્દ ફૌજમાં જાપાની સેનાએ અંગ્રેજોંની ફૌજ દ્વારા પકડી પડેલા ભારતીય યુદ્ધબંદિયોંકો ભર્તી કરી લીધા . આજ઼ાદ હિન્દ ફ઼ૌજમાં ઔરતો માટે ઝાઁસી કી રાની રેજિમેંટ પણ બનાવવામાં આવી .
પૂર્વ એશિયામાં નેતાજીએ અનેક ભાષણ કરીને ત્યાના સ્થાયિક ભારતીય લોગોંને આજ઼ાદ હિન્દ ફૌજમાં ભરતી થવા માટે અને એમને આર્થિક મદદ કરવા માટે અવકરિત કર્યા . એમને પોતાના આવાહનમાં સંદેશ દીધો “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આજાદી દૂઁગા ( તમે મને લોહી આપો , હું તમને આઝાદી અપાવીશ )”.
દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આજ઼ાદ હિન્દ ફૌજએ જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું .પોતાની ફૌજને પ્રેરિત કરવા માટે નેતાજીએ ” ચલો દિલ્લી “નો નારો દીધો . બંને ફૌજોએ અંગ્રેજોં પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા . આ દ્વીપ અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદના અનુશાસનમાં રહ્યા . નેતાજીએ આ દ્વીપોંનું ” શહીદ ઔર સ્વરાજ દ્વીપ ” એમ નામકરણ કર્યું .બંને ફૌજોએ માંડીને ઇંફાલ અને કોહિમા ઉપર આક્રમણ કર્યું .પણ પછી અંગ્રેજોંનો પલળો ભરી પડ્યું અને બંને ફૌજોને પાછળ હટવું પડ્યું .
જયારે આજ઼ાદ હિન્દ ફૌજ પાછળ હતી રહી હતી , ત્યારે જાપાની સેનાએ નેતાજીને ભાગી જવાની વ્યસ્થા કરી આપી . પરંતુ નેતાજીએ ઝાઁસી કી રાની રેજિમેંટની છોકરીઓની સાથે સૈકડો મિલ ચાલતા જવાનું પસંદ કર્યું .આ રીતે નેતાજીએ સાચા નેતૃત્વને એક આદર્શ જ બનાવીને રાખ્યું .
6 જુલાઈ, 1944ના આજાદ હિંદ રેડિઓ પર પોતાના ભસણના માધ્યમથી ગાઁધીજીથી વાત કરતા કરતા , નેતાજીએ જાપાનથી સહાયતા લેવાનું પોતાનું કારણ અને અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ તથા આજ઼ાદ હિન્દ ફૌજની સ્થાપનાના ઉદ્યેશ્ય વિષે કહ્યું . આ ભાષણ વખતે , નેતાજીએ ગાઁધીજીને રાષ્ટ્રપિતા કહીને પોતાની જંગ માટે એમનો આશિર્વાદ માંગ્યું . આ રતે, નેતાજીએ ગાઁધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહી ને બોલાવ્યા.
”કારાવાસ”
તેમના સાર્વજનિક જીવનમાં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વર્ષ કારાવાસમાં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.
૧૯૨૫માં ગોપીનાથ સાહા નામના એક ક્રાંતિકારી કોલકાતાના પોલીસ અધિક્ષક ચાર્લસ ટેગાર્ટને મારવા માંગતા હતાં. તેમણે ભૂલથી અર્નેસ્ટ ડે નામના એક વ્યાપારીને મારી નાખ્યા. આ માટે તેમને ફાંસીની સજા દેવાઈ. ગોપીનાથને ફાંસી થયા બાદ સુભાષબાબુ જોરથી રડ્યા. તેમણે ગોપીનાથનું શબ મંગાવી તેમના અંતિમસંસ્કાર કર્યા. આથી અંગ્રેજ સરકારે એવો નિષ્કર્ષ કાઢ્યો કે સુભાષબાબુ જ્વલંત ક્રાંતિકારીઓ સાથે માત્ર સંબંધ જ નથી રાખતાં, પણ તેઓ જ તે ક્રાંતિકારીઓનું સ્ફૂર્તિસ્થાન છે. આ બહાને અંગ્રેજ સરકારે સુભાષબાબુને ગિરફતાર કર્યાં અને વગર કોઈ મુકદમો ચલાવી, તેમને અનિશ્ચિત કાલખંડ માટે મ્યાનમારની મંડાલે કારાગૃહમાં બંદી બનાવ્યા.
૫ નવેમ્બર, ૧૯૨૫ ના રોજ, દેશબંધુ ચિત્તરંજન દાસ કોલકાતામાં અવસાન પામ્યા. સુભાષબાબુ એ તેમના મૃત્યુની ખબર મંડાલે કારાગૃહમાં રેડિયો પર સાંભળી.
મંડાલે કારાગૃહમાં રહેતાં સમયે સુભાષબાબુની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. તેમને ટી.બી. થઈ ગયો. પરંતુ અંગ્રેજ સરકારે તો પણ તેમને છોડવાથી ઇનકાર કરી દીધો. સરકારે તેમને છોડી મુકવા માટે એ શરત રાખી કે તેઓ ઇલાજ માટે યુરોપ ચાલ્યા જાય. પણ સરકારે એ તો સ્પષ્ટ ન કર્યું કે ઇલાજ બાદ તેઓ ભારત ક્યારે પાછા ફરી શક્શે. એટલા માટે સુભાષબાબુ એ આ શરત ન સ્વીકારી. છેવટે પરિસ્થિતિ એટલી કઠોર થઈ ગઈ કે તેઓ કદાચ કારાવાસમાં જ મૃત્યુ પામત. અંગ્રેજ સરકાર આ ખતરો પણ ઉપાડવા માંગતી ન હતી, કે સુભાષબાબુનું કારાગૃહમાં મૃત્યુ થઈ જાય. એટલા માટે સરકારે તેમને છોડી મૂક્યા. પછી સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ચાલ્યા ગયા.
૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતા. ત્યારે તેમને કોલકાતાના મહાપૌર(મેયર) તરીકે ચૂંટી લેવામાં આવ્યા. એટલા માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.
૧૯૩૨માં સુભાષબાબુને ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રાખવામાં આવ્યા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા.
“ખોવાઇ જવુ અને મૃત્યુ ની ખબર”
દ્વિતીય વિશ્વયુદ્ધ માં જાપાન ની હાર પછી, નેતાજી ને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો.
૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.
23 અગસ્ત, 1945 ના રોજ જાપાન ની દોમેઈ ખબર સંસ્થા એ દુનિયા ને ખબર આપી, કે 18 અગસ્ત ૧૯૪૫ ના રોજ, નેતાજી નુ હવાઈ જહાજ તાઇવાન ની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા તેઓ ગભીર રીતે ઘાયલ થતા નેતાજી ને અસ્પતાલમા લઈ જવાયા, જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો.દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા . એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો , પણ તેઓ સફળ ન રહ્યા . પછી નેતાજીની અસ્થીયોને જાપાનની રાજધાની તોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી .
સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકારએ આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયો . બંને વખત એ નતિજો નીકળ્યો કે નેતાજી એ વિમાન દુર્ઘટના માંજ મારી ગયા હતા .પણ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી ,એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો , આ બંને આયોગોની વાતજ નહોતી કરેલી .
1999માં મનોજ કુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજો આયોગ બનાવવામાં આવ્યું . 2005માં તાઇવાન સરકારએ મુખર્જી આયોગને બતાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયો ન હતો . 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાની રિપોર્ટ પેશ કરી , જેમાં એમને કહ્યું , કે નેતાજીની મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ સબૂત નથી. પણ ભારત સરકારએ મુખર્જી આયોગની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો .
18 ઓગસ્ટ , 1945ના દિન પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.