Abhayam News
AbhayamGujarat

જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

The scammers who called claimed to be TRAI officials

જાણો કેવી રીતે થાય છે ફ્રોડ આ કેસને લઈ સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ખંડણીની રકમ 3 કરોડ રૂપિયાથી વધારે હોવાથી આ કેસ CID ને ટ્રાન્સફર કરવામાં આવશે. ફોન કરનાર સ્કેમર્સે ટ્રાઈના અધિકારી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ફરિયાદીના નામે નોંધાયેલ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર જાહેરાતો પોસ્ટ કરવા માટે કરવામાં આવ્યો હતો.

The scammers who called claimed to be TRAI officials

આજે લોકો સાથે જુદી-જુદી પદ્ધતિ દ્વારા ફ્રોડ કરવામાં આવી રહ્યુ છે. જે લોકો સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે તેઓ રૂપિયા ગુમાવી રહ્યા છે. હાલમાં નવા કેસ સામે આવી રહ્યા છે, જેમાં ફેક પોલીસ ઓફિસર બનીને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત TRAI અને CBI ના અધિકારીઓ તરીકે ઓળખ આપીને ગુનેગારોએ આઈટી કંપનીના સિનિયર અધિકારી પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો

આ અધિકારીએ પોલીસને જણાવ્યું હતું કે, સ્કેમર્સ દ્વારા તેને 21 નવેમ્બરે પહેલી વખત ફોન આવ્યો અને કહ્યુ કે તેના સામે મુંબઈના વાકોલા પોલીસ સ્ટેશનમાં ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. ઠગે કહ્યુ કે, તેના આધાર કાર્ડની વિગતો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ આઈટી કંપનીના અધિકારીને તેના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવ્યું હતું.

આ કેસ CID ને ટ્રાન્સફર કરવામાં આવશે

આ કેસને લઈ સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ખંડણીની રકમ 3 કરોડ રૂપિયાથી વધારે હોવાથી આ કેસ CID ને ટ્રાન્સફર કરવામાં આવશે. ફોન કરનાર સ્કેમર્સે ટ્રાઈના અધિકારી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ફરિયાદીના નામે નોંધાયેલ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર જાહેરાતો પોસ્ટ કરવા માટે કરવામાં આવ્યો હતો. આઈટી ઓફિસરે કહ્યું કે, ફોન નંબર તેનો નથી, ત્યારે સ્કેમર્સે કહ્યુ કે, તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ સીમ કાર્ડ લેવામાં આવ્યું છે

આમ નહીં કરે તો ધરપકડ કરવામાં આવશે

ત્યારબાદ ફોન કોલ એક એક વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવ્યો જેણે પોતાની ઓળખ મુંબઈ પોલીસના સિનિયર અધિકારી તરીકે આપી હતી. તેમણે કહ્યું હતું કે તપાસને લઈ તેને મુંબઈ અને દિલ્હીમાં સીબીઆઈને મળવું પડશે. જો આમ નહીં કરે તો ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ એક વિડીયો કોલ આવ્યો જેમાં પોલીસ સ્ટેશનનું સેટઅપ દર્શાવવામાં આવ્યું હતું.

સાયબર ગુનેગારોએ એમ પણ કહ્યું કે, મની લોન્ડરિંગ કેસમાં તેના બેંક એકાઉન્ટનું ઓડિટ થયા બાદ તેને રૂપિયા પરત આપવામાં આવશે. આ પ્રકારની ધમકી બાદ ગભરાયેલા અધિકારીએ અલગ-અલગ બેંક ખાતામાં 3.7 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા અને પછી તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કોચ્ચિથી લઇને મુન્નાર સુધીની સફર માટે આઇઆરટીસીના ટૂર પેકેજમાં કરાવો બુકિંગ

Vivek Radadiya

AAPના ધારાસભ્ય હેમંત ખવા આપી શકે છે રાજીનામુ

Vivek Radadiya

જુઓ આ જીલ્લા ના કલેક્ટર કહી દીધી આ મોટી વાત…

Abhayam