Abhayam News
AbhayamGujaratPolitics

AAPના ધારાસભ્ય હેમંત ખવા આપી શકે છે રાજીનામુ

AAP MLA Hemant Khawa may resign


AAPના ધારાસભ્ય હેમંત ખવા આપી શકે છે રાજીનામુ Gujarat Politics news: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે. આમ આદમીના પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામુ ધરી દીધું છે. ત્યારે ફીર નવી એટકળો સામે આવી છે કે, આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય આવતી કાલે રાજીનામું આપી શકે છે.

AAP MLA Hemant Khawa may resign

AAPના ધારાસભ્ય હેમંત ખવા રાજીનામુ આપી શકે છે 
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપી શકે છે. અત્રે જણાવીએ કે, તે AAPના ધારાસભ્ય હેમંત ખવા છે. જેઓ જામજોધપુરના AAPના ધારાસભ્ય છે 

AAP MLA Hemant Khawa may resign

આજે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે
ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ ધારાસભ્ય પદનો વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળ્યો છે. તો કોંગ્રેસના વધુ ધારાસભ્યો પણ પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

અગાઉ ભૂપત ભાયાણી રાજીનામું આપ્યું હતું 
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPના ધારાસભ્યએ પણ રાજીનામુ ધરી દીધું હતું.  AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપી દીધો હતો. ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની પહેલા જાહેરાત કરી હતી બાદમાં તેમણે અધ્યક્ષને રાજુનામુ સોપ્યું હતું. તેઓ વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAPમાંથી ધારાસભ્ય હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

શું સ્ટાર સિમ્બોલવાળી 500 રૂપિયાની નોટ નકલી છે?

Vivek Radadiya

ઓમાનના મધદરિયે સલાય બંદરનું જહાજ સળગ્યું

Vivek Radadiya

નવા અકસ્માત કાયદાનો ટ્રકચાલકો દ્વારા વિરોધ 

Vivek Radadiya