જાણો કેમ મનાવવામાં આવે છે વિજય દિવસ 16મી ડિસેમ્બર એ સૈનિકોની બહાદુરીને સલામ કરવાનો દિવસ છે. 1971માં આ દિવસે ભારતીય સેનાની બહાદુરી સામે પાકિસ્તાન સેનાએ આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશ એક અલગ દેશ રચાયો હતો. આ યુદ્ધ 13 દિવસ સુધી ચાલ્યું. આજે આખો દેશ ભારતીય સેનાના બહાદુર જવાનોની બહાદુરી અને બલિદાનને સલામ કરે છે અને તે ઔતિહાસિક હિરોને યાદ કરે છે.
દર વર્ષે 16 ડિસેમ્બરને ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં આ દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. 16 ડિસેમ્બર 1971ની ઐતિહાસિક જીતનો આનંદ આજે પણ દરેક દેશવાસીના હૃદયમાં જોશ ભરી દે છે. આ દિવસે ભારતે પાકિસ્તાનને મોટો સબક આપ્યો હતો.
16મી ડિસેમ્બર એ સૈનિકોની બહાદુરીને સલામ કરવાનો દિવસ છે. 1971માં આ દિવસે ભારતીય સેનાની બહાદુરી સામે પાકિસ્તાન સેનાએ આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશ એક અલગ દેશ રચાયો હતો. આ યુદ્ધ 13 દિવસ સુધી ચાલ્યું. આજે આખો દેશ ભારતીય સેનાના બહાદુર જવાનોની બહાદુરી અને બલિદાનને સલામ કરે છે અને તે ઔતિહાસિક હિરોને યાદ કરે છે.
જાણો કેમ મનાવવામાં આવે છે વિજય દિવસ
પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન
1970 દરમિયાન પાકિસ્તાનમાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં પૂર્વ પાકિસ્તાન અવામી લીગે મોટી સંખ્યામાં બેઠકો જીતી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, પરંતુ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (પાકિસ્તાન પીપલ્સ પાર્ટી) આ સાથે સહમત ન હતા, તેથી તેમણે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે સેનાનો ઉપયોગ કરવો પડ્યો હતો. પૂર્વ પાકિસ્તાનના અવામી લીગના શેખ મુજીબુર રહેમાનની ધરપકડ કરવામાં આવી હતી. અહીંથી જ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે સમસ્યાઓ શરૂ થઈ હતી.
યુદ્ધનું કારણ
તે સમયે ઈન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા. પૂર્વ પાકિસ્તાનમાંથી શરણાર્થીઓ ભારતમાં આવ્યા હતા અને તેઓ ભારતના પડોશી દેશમાંથી આવ્યા હોવાથી તેમને ભારતમાં સુવિધાઓ આપવામાં આવી રહી હતી. આ બધું જોઈને પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. 3 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાને ભારતના ઘણા શહેરો પર હુમલો કર્યો હતો.આ સમયે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ અડધી રાત્રે રાષ્ટ્રને સંબોધિત કરીને પાકિસ્તાનના હુમલાની જાણકારી આપી હતી અને યુદ્ધની જાહેરાત પણ કરી હતી.
પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું
ભારત-પાકિસ્તાન યુદ્ધ 03 ડિસેમ્બર, 1971 ના રોજ શરૂ થયું, જે 13 દિવસ સુધી ચાલ્યું. ઇંદિરા ગાંધીના શાસન દરમિયાન યુદ્ધ ચાલુ રહ્યું અને 16 ડિસેમ્બરે સમાપ્ત થયું. ઉલ્લેખનીય છે કે આ યુદ્ધ ખતમ થયા બાદ પાકિસ્તાની સેનાના 93,000 જવાનોએ આત્મસમર્પણ કર્યું હતું. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી હતી. 1971ના યુદ્ધમાં લગભગ 3,900 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે 9,851 ઘાયલ થયા હતા.
બાંગ્લાદેશની રચના
આ સમય દરમિયાન, તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનમાંથી અલગ રાષ્ટ્ર બનાવવાની જાહેરાત કરી, જેના કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું. આ રીતે, 16 ડિસેમ્બરે બાંગ્લાદેશનો જન્મ થયો અને તે પૂર્વ પાકિસ્તાનથી સ્વતંત્ર થયું. ભારતે પાકિસ્તાન પર જીત મેળવી હતી. પાકિસ્તાની સેનાએ ભારતીય સેના સામે હાર સ્વીકારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે