Abhayam News
Abhayam

જાણો કોણ છે આ ભાઈ

Know who this brother is

જાણો કોણ છે આ ભાઈ બિસ્કિટ બનાવતી પારલેને જોઈને લોકો ચોંકી ગયા, જ્યારે તેમણે બિસ્કિટના પેકેટ પર પ્રતિષ્ઠિત પારલે-જી ગર્લની તસ્વીરની જગ્યાએ એક ઈંસ્ટાગ્રામ ઈન્ફ્લુએંશરની લગાવી દીધી. કંપની તરપથી સોશિયલ મીડિયા પર આ મજેદાર પોસ્ટ કંટેંટ ક્રિએટર જેરવાન જે બનશાહના એક વાયરલ વીડિયોમાં જવાબમાં શેર કરવામાં આવી છે.

બનશાહે ફોલોઅર્સને એક મજેદાર સવાલ પૂછ્યો હતો. તેણે એક વીડિયોમાં પૂછ્યું હતું કે, જો તમે પારલેના માલિકના મળો તો, તમે તેમને પારલે સર, મિસ્ટર પારલે અથવા પારલેજી શું કહેશો? ક્લિપમાં મિસ્ટર બન્શાન એક કારમાં બેઠેલો છે, અને ભ્રમિત નજરે જોઈ રહ્યો છે. પાછળ અનિલ કપૂરની ફિલ્મ રામ લખનું આકર્ષક એજી ઉજી, ટ્રેક વાગી રહ્યું છે.

જાણો કોણ છે આ ભાઈ

આ વીડિયો ત્રણ દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. તેને ઈંસ્ટાગ્રામ યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. વીડિયો પર પારલેજીનું પણ ધ્યાન ગયું અને બિસ્કિટ બનાવતી કંપનીએ એક મજાકિયા ટિપ્પણીની સાથે સાથે મસ્તીમાં સામેલ થઈ ગયા. પારલેજીના સત્તાવાર અકાઉન્ટ પર કમેન્ટ કરી, બનશાહ જી, તમે અમને ઓજી કહી શકો છો.

ત્યાર બાદ પારલેજીએ એક બિસ્કિટ રેપર શેર કર્યું, જેમાં પારલે ગર્લની જગ્યાએ બનશાહની હસતી તસવીર છપાયેલી હતી. જેની સાથે લખ્યું હતું. તમે એ શોધી રહ્યા છો કે, પારલેજીના માલિકને શું કહેવું છે. તમે અમને એક કપ ચા સાથે આનંદ લેવા માટે આપની પસંદગીના બિસ્કિટ કહી શકશો. શું કહો છો બુનશાહ જી.

આવું જોઈ ખુદ બનશાહે પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, કેવી રીતે તેને બાળપણમાં પારલેજી બિસ્કિટ ખૂબ જ પસંદ હતી. કેટલીય યુઝર્સે પારલે તરફથી આ હ્દયસ્પર્શી પોસ્ટ કરવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝર્સે લખ્યું કે, હવે અમે પારલેજી બિસ્કિટના દરેક પેકેટ પર બુનશાહનો ફોટો ઈચ્છીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

અહીં ભંગારના ભાવે વેચાય છે ડ્રાયફ્રૂટ્સ

Vivek Radadiya

દારૂબંધી હટાવવા મામલે સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી: મોરારીબાપુ

Vivek Radadiya

હવે વીઝા વગર જઈ શકાશે થાઈલેન્ડ

Vivek Radadiya