Abhayam News
AbhayamNews

જાણો કારણ :-હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ફરી થયા વધુ સક્રિય..

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય થયેલા ત્રણ યુવા નેતા — હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ફરી એકવાર ચૂંટણી પહેલાં સક્રિય થાય તેવા સંકેત મળ્યા છે.

હાલ તો હાર્દિક પટેલ કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ છે પરંતુ તે પાર્ટીમાં સક્રિય બની શક્યા નથી. હાર્દિક પટેલને કોંગ્રેસ કામ કરવા દેતી નથી. પરંતુ હાલમાં કોંગ્રેસના પ્રભારી અને પક્ષના પદાધિકારીઓ નક્કી થાય તેની રાહ જોવાઇ રહી છે. પક્ષનો હવાલો કોને સોંપાય છે તેની ઉપર હાર્દિક પટલેની નજર છે. તેમનું કહેવું છે કે તેમણે કામ કરવું છે પરંતુ પાર્ટી સોંપતી નથી. એક યા બીજી રીતે મીડિયામાં આવા સ્ટેટમેન્ટ આપીને તે સંકેત આપે છે કે તેમણે આગામી ચૂંટણીમાં મોી ભૂમિકા જોઇએ છે.  પરંતુ તેમની સાથે જ ઉભા થયેલા ઠાકોર અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર ફરીથી સક્રિય બની રહ્યાં છે.

બનાસકાંઠાના ડીસામાં ઠાકોર સેનાની જિલ્લા કારોબારીની બેઠક યોજાઇ હતી. જેમાં ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર હાજર રહ્યાં હતા. આ બેઠક દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઠાકોર સમાજની અવગણના થઇ રહી છે. તેમણે કહ્યું છે કે જો ઠાકોર સમાજની અવગણના થશે તો આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવા પડશે.

ચૂંટણી નજીક આવતા જ ફરી બનાસકાંઠામાં ઠાકોર સેના જાગૃત બની છે. જિલ્લા ઠાકોર સેનાની કારોબારીની બેઠક ડિસાના ભાજપના અગ્રણી અને પાર્ટીથી નારાજ લેબજી ઠાકોરના કોલ્ડસ્ટોરેજ પર યોજાઈ હતી. જેમાં ઠાકોર સેનાના સુપ્રીમો અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લાભરમાંથી હજારો ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કારોબારીની બેઠકમાં સમાજમાં શિક્ષણ, સંગઠન અને વ્યસનમુક્તિ સાથે રાજનીતિમાં એકજૂથ થવાની ચર્ચાઓ થઈ હતી. જોકે આડકતરી રીતે ભાજપ કોંગ્રેસને ઠાકોર સમાજની કદર કરવા ચેતવણી આપી હતી. સાથે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આ બેઠક માત્ર સમાજના હિતને લઈને યોજાઈ હતી. જો કે તેનો ઇશારો ભાજપ છોડવાનો પણ હોઇ શકે છે.

બીજી તરફ દલિત અગ્રણી અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ તેના કાર્યક્રમો શરૂ કરી રહ્યો છે. આ યુવા નેતા તેના સમાજના આગેવાનોને એકત્ર કરીને ચૂંટણી પહેલાં કોઇ નવાજૂની કરવાના મૂડમાં છે. ખાસ કરીને ભાજપ સરકારની નીતિ રીતિઓ સામે તે જંગે ચઢે છે જેથી ભાજપના પ્રદેશ નેતાઓને તે આંખના કણાંની જેમ ખૂંચે છે. ગુજરાતમાં મેવાણી ત્રીજો યુવા મોરચો ખોલે તેવી તૈયારી તેના સાથીદારો કરી રહ્યાં છે. આ વખતે ફરી એક વખત રાજ્યના ત્રણ યુવા નેતાઓ રાજકીય સોગઠાં ગોઠવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વધુ બાળકો પેદા કરવા પર ભાર

Vivek Radadiya

ઇમ્પેક્ટ ફી મુદ્દે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

Vivek Radadiya

Baby Shower:: હાઈ સ્લિટ ડ્રેસમાં પતિ કરણ સાથે જોવા મળી બિપાશા બાસુ,દેખાયો પ્રેગ્નેન્સી ગ્લો

Archita Kakadiya