Abhayam News
AbhayamNews

શિક્ષણમંત્રીની જાહેરાત:-આ તારીખથી ગુજરાતમાં ધોરણ 1થી 9ની શાળાઓ ઓફલાઈન શરૂ થશે..

કેન્દ્રની સૂચના પ્રમાણે ગુજરાતમાં ધોરણ-1 થી ધોરણ-9ના વર્ગો ઓફલાઇન શરૂ થશે તેવી ચર્ચા ચાલી રહી હતી અને તે સાચી પણ પડી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી આજની બેઠકમાં સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર હવે વધુ સમય માટે ઓનલાઇન સ્કૂલો ચાલુ રાખવાનો મત ધરાવતી નથી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ પણ આ જ સમયગાળામાં શાળાઓ ફરી શરૂ કરવા નિર્ણય લેવાયો હતો. ઓફલાઇન ક્લાસ 18 ફેબ્રુઆરીથી જ શરૂ કરાયા હતા. 

રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાન્યુઆરીમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને તેમના ઘરે જ ઓનલાઈનના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવતો હતો.

પણ હવે કોરોનાના કેસ ઘટતા રાજ્યમાં ધોરણ 1થી 9ની શાળાઓ આગામી સોમવારથી ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે પરામર્શ કરીને અને કોર કમિટીની સાથે પણ ચર્ચા કર્યા બાદ રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી સોમવારે તારીખ 7 ફેબ્રુઆરીથી જૂની કોરોનાની ગાઈડલાઈન અનુસાર ધોરણ 1થી 9નું ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું હતું કે બાળકોના શિક્ષણને અસર થાય નહીં તે માટે કોરોના કેસોમાં ઘટાડો થયો હોય તેવા રાજ્યો સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઇ શકે છે.

રાજ્ય સરકારે 5મી ફેબ્રુઆરી સુધી સ્કૂલો ઓનલાઇન રાખવાની સૂચના આપી હતી જેની અવધિ હવે પૂર્ણ થઇ છે. 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં માત્ર ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ અગાઉ 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે 31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી 9ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.

કેન્દ્રએ એવું પણ કહ્યું છે કે સ્કૂલો ઓફલાઇન ચાલે કે ઓનલાઇન હવે વાલીઓની સંમતિ લેવાની આવશ્યકતા નથી.

જે તે રાજ્ય સરકારે નિર્ણય લઇ લેવો જોઇએ. આમ પણ ગુજરાતમાં 5મી ફેબ્રુઆરી સુધી સ્કૂલોને ઓનલાઇન શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ ફરી શરૂ કરવાનો આજે નિર્ણય લેવાશે.

શિક્ષણ વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે કોર કમિટીની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવશે કે કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે સ્કૂલોમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવે. હવે રાજ્ય સરકાર ઓનલાઇન શિક્ષણ માટે અનુમતિ નહીં આપે.

હવે વાર્ષિક પરીક્ષાઓ પણ નજીક છે. એટલે શાળાઓમાં પરીક્ષાઓ યોજાય તે જરૂરી છે. કારણ કે તેના વગર વિદ્યાર્થીઓનું વર્ષ બગડે. આ ઉપરાંત શાળા સંચાલકોને પણ ફી ઉઘરાવવામાં મુશ્કેલી પડે.

હવે તો ઇન્ટરનેશનલ લેવલના એક્સપર્ટ્સ પણ કહી ચૂક્યા છે કે બધુ ચાલુ હોય ત્યારે શાળાઓ બંધ રાખવાનું કોઇ કારણ નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સૂરતમાં બન્યો દુનિયાનો સૌથી મોટો ડાયમંડ હબ

Vivek Radadiya

સાવધાન! QR Code સ્કેન દ્વારા પણ થાય છે મોટા ફ્રોડ

Vivek Radadiya

દારૂબંધી હટાવવા મામલે સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી: મોરારીબાપુ

Vivek Radadiya