Abhayam News
AbhayamNews

જાણો જલ્દી:-આજથી આટલા દિવસ સુધી નહીં ભરી શકો IT રિટર્ન..

આજથી ૬ દિવસ સુધી નહીં ભરી શકો IT રિટર્ન..આવી રહી છે નવી વેબસાઈટ …

આવકવેરા વિભાગની વેબસાઈટ 1થી 6 જૂન સુધી બંધ રહેશે જેથી આવકવેરો ભરવા માંગતા લોકો પોતાનું રિટર્ન દાખલ નહીં કરી શકે. આવકવેરા વિભાગ 7 જૂનના રોજ રિટર્ન ફાઈલ કરવા માટે નવી વેબસાઈટ લોન્ચ કરશે. આવકવેરા વિભાગે રવિવારે જણાવ્યું કે, કેટલાક ટેક્નિકલ ફેરફાર સાથે રિટર્ન ફાઈલ કરવા માટેની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી રહી છે. આ કારણે વર્તમાન વેબસાઈટ incometaxindiaefiling.gov.in ને 1 જૂનથી 6 દિવસ માટે બંધ કરવામાં આવશે. 

– નવું પોર્ટલ ચાલુ થયાના 3 દિવસ બાદ એટલે કે 10 જૂનથી આવકવેરા કેસની સુનાવણી થઈ શકશે

નવા પોર્ટલથી નોટિસ, સમન મોકલી શકાશે

કરદાતાઓ માટે નવી વેબસાઈટ incometaxgov.in  આગામી 7 જૂન, 2021થી સક્રિય થઈ જશે. આવકવેરા વિભાગે ટ્વીટમાં લખ્યું હતું કે, નવી વેબસાઈટ કરદાતાઓ માટે વધુ સુવિધાજનક રહેશે. તેમાં અનેક નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. જૂનુ પોર્ટલ આવકવેરા વિભાગના અધિકારીઓ માટે પણ બંધ રહેશે અને નવું પોર્ટલ ચાલુ થયાના 3 દિવસ બાદ એટલે કે 10 જૂનથી તેઓ આવકવેરા કેસની સુનાવણી કરી શકશે. 

વિભાગે જણાવ્યું કે, નવા પોર્ટલ પર કરદાતાઓને પહેલેથી ભરેલા રિટર્ન ફોર્મ મળશે. સાથે જ કર અધિકારીઓ તેના દ્વારા નોટિસ અને સમન મોકલવા સાથે કરદાતાઓના સવાલના જવાબ પણ આપી શકશે. નાણાં મંત્રાલયે 2020-21 માટે રિટર્ન ફાઈલ કરવાની અવધિ લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે.(સોર્સ:-ગુજરાત સમાચાર)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

માત્ર 2 કલાક દાખલ રહેવા પર મળશે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ!

Vivek Radadiya

ભવ્ય શ્રીરામ મંદિરમાં આયોજીત રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ

Vivek Radadiya

Sabka Sapna Money Money: આ 12 Mutual Fundએ ત્રણ વર્ષમાં આપ્યુ 23થી 30 ટકા રિટર્ન, ટેક્સ પણ બચાવ્યો

Vivek Radadiya