Kisan Credit Card: સસ્તા વ્યાજ દરે ખેડૂતેને મળે છે લોન સરકાર દ્વારા ખેડૂતોની મદદ માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે. જેમાંથી એક કિસાન ક્રેડિટ કાર્ડ છે. આ કાર્ડ દ્વારા ખેડૂત ભાઈઓને ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન મળે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન પરવડે તેવા વ્યાજ દરે સરળતાથી ઉપલબ્ધ છે. આ લોન પર વ્યાજ દર 7 ટકાથી શરૂ થાય છે.
જે ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તેમને વ્યાજ દરમાં 3 ટકા સુધીની છૂટ આપવામાં આવે છે. આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડથી લીધેલી લોન પર માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
સસ્તા વ્યાજ દરે ખેડૂતેને મળે છે લોન
કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મેળવવા માટે, ખેડૂતની ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 એકર ખેતીની જમીન હોવી જોઈએ. આ ઉપરાંત ખેડૂત ભાઈઓ માટે બેંક ખાતું હોવું પણ જરૂરી છે.
કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે, ખેડૂતે સંબંધિત બેંકની શાખાની મુલાકાત લેવી જરૂરી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો કૃષિ કાર્યો માટે જરૂરી ભંડોળ મેળવી શકે છે. ખેડૂતો આ લોનનો ઉપયોગ ખાતર, બિયારણ, કૃષિ મશીનો, પશુપાલન, માછલી ઉછેર વગેરે માટે કરી શકે છે.
આ મહત્વપૂર્ણ દસ્તાવેજોની પડશે જરૂરઃ
આધાર કાર્ડ,
પાન કાર્ડ, મતદાર
આઈડી, રેશન કાર્ડ,
ખેતીની જમીન સંબંધિત દસ્તાવેજો,
બેંક ખાતાની માહિતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…