Abhayam News
AbhayamGujarat

કેજરીવાલના આજથી 3 દિવસ ગુજરાતમાં ધામા

Kejriwal's residence in Gujarat for 3 days from today

કેજરીવાલના આજથી 3 દિવસ ગુજરાતમાં ધામા આજથી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસની મુલાકાતે છે. તારીખ 6 7 અને 8 એમ ત્રણ દિવસ કેજરીવાલ ગુજરાતમાં હશે. તેમની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ હાજર રહશે. આ મુલાકાતથી આમ આદમી પાર્ટી પોતે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો પાયો નાખશે.

Kejriwal's residence in Gujarat for 3 days from today

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ હશે. તેઓ ડેડિયાપાડાના ધારસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેશે. તેમનું ગુજરાત મુલાકાતનો રાજકીય અર્થ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

કેજરીવાલના આજથી 3 દિવસ ગુજરાતમાં ધામા

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતની 26 બેઠકો જીતવા માટે ભાજપ તાકાત લગાવી રહી છે. ભાજપ 26ની હેટ્રિક કરવા માંગે છે તો બીજી તરફ કોંગ્રેસ 6 થી 7 બેઠકો પર પુરી તાકાત લગાવી રહી છે. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી ત્રીજી પાર્ટી છે. વિધાનસભામાં એકંદરે સારા પ્રદર્શન બાદ પાર્ટી લોકસભામાં પણ લડી રહી છે ત્યારે પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે.

ગુજરાત AAPની લોકસભા સ્ટ્રેટેજી

આજથી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસની મુલાકાતે છે. તારીખ 6 7 અને 8 એમ ત્રણ દિવસ કેજરીવાલ ગુજરાતમાં હશે. તેમની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ હાજર રહશે. આ મુલાકાતથી આમ આદમી પાર્ટી પોતે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો પાયો નાખશે. તેઓ લોકો સાથે પણ સંવાદ કરવાના છે. બની શકે કે તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરવસાવાની મુલાકાત લેશે અને તેઓની સાથે અન્યાય થયો છે તેવો સંદેશ સમગ્ર આદિવાસી સમાજને આપશે.

ચૈતર વસાવાની મુલાકાત કરી શકે

મહત્વનું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે તેમના વિરૂદ્ધ વનવિભાગના અધિકારીઓ સાથે મારઝૂડ, ધમકી અને બંદૂક ચલાવવાના ગંભીર આરોપ છે ત્યારે પાર્ટી પહેલેથી માને છે કે ચૈતર વસાવાને અટકાવવા અને લોકસભા ચૂંટણી લડતા રોકી શકાય એટલે ભાજપ તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચે છે.

એનાલિસિસ કરીએ તો એવું પણ માનવું ખોટુ નથી કે ચૈતરવસાવાનો મુદ્દો પાર્ટી માટે લોકસભાના લૉન્ચિંગ પેડ સમાન છે. પાર્ટીને કોઈ એવો મુદ્દો જોઈતો હતો કે જેનાથી તેઓ ગુજરાતમાં લોકસભાની શરૂઆત કરી શકે અને આ મુદ્દો બન્યો. હવે સવાલ એ છે કે આખરે પાર્ટી આખા દક્ષિણમાં અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં કેમ ચૈતર વસાવાના મુદ્દાને વધુ તાકાતથી લઈ જવા માગે છે. તો સૌથી પહેલું કારણ છે કે ચૈતર વસાવા મોટો આદિવાસી ચહેરો છે. 5 સીટોમાંથી સૌથી વધુ માર્જિને તેઓ વિધાનસભા જીત્યા છે.તેઓ આદિવાસી સમુદાયનો યુવા ચહેરો છે.

80 લાખથી વધુ આદિવાસી મતદારો

આખરે આમ આદમી પાર્ટી ચૈતરવસાવાના મુદ્દે આદિવાસી સમાજને કેમ પોતાના તરફી કરવા માગે છે તો આ સવાલનો આંકડાકીય જવાબ જણાવીએ તો રાજ્યમાં આદિવાસી મતદારોની 1 કરોડથી વધુની જનસંખ્યા છે. ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં તેમનો વસવાટ છે. 80 લાખથી વધુ આદિવાસી મતદારો છે. આદિવાસી સમાજની કુલ 29 જાતિઓ છે.

આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પર ચૈતરવસાવાને લોકસભા ચૂંટણી માટે પસંદ પહેલેથી જ કરી લીધા છે. હવે સત્તાવાર રીતે કોણ કઈ રીતે ચૂંટણી લડે છે તે તો આવનારા સમયમાં ખ્યાલ આવશે પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપની 26 બેઠકોની હેટ્રીક રોકવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

એર ઇન્ડિયાના સર્વર પર સૌથી મોટો સાયબર એટેક:-વર્ષ 2011થી 2021 45 લાખ મુસાફરોના ડેટા હેક થયા..

Abhayam

CJI ચંદ્રચુડ અનામત પર શું કહ્યું?

Vivek Radadiya

ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા

Vivek Radadiya