દેશભરનાં કારસેવકોને આપવામાં આવી રહ્યું છે આમંત્રણ આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે થઈને મોરબીમાં રહેતા RSS પશ્ચિમ ક્ષેત્રના સર સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા અને તેઓના પત્નીને પણ હાજર રહેવા માટે મોરબી જિલ્લામાંથી આમંત્રણ મળેલું છે. વર્ષો પહેલા કાર સેવક તરીકે અયોધ્યા ખાતે જઈને ડો. જયંતીભાઈ ભાડેસીયાએ કામગીરી કરી હતી. હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓને હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું છે. ત્યારે તેઓએ ભગવાન શ્રી રામનો આભાર વ્યક્ત કરીને હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બને તેનું સ્વપ્ન લાખો નહીં. પરંતુ કરોડો લોકો જોઈ રહ્યા હતા અને આ સપનાને સાકાર કરવા માટે અગાઉ વર્ષ 1990 અને 1992 આમ બે વખત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર સેવા માટે થઈને આહવાન કરવામાં આવ્યું હતું. જોકે વર્ષ 1990 માં જે કામ અધૂરું રહ્યું હતું તે કામ વર્ષ 1992 માં કાર સેવકો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.
દેશભરનાં કારસેવકોને આપવામાં આવી રહ્યું છે આમંત્રણ
અને અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે જે ઢાંચો હતો. તેને તોડી પાડ્યો અને તે જગ્યા ઉપર નાની એવી કાચી મઢૂલી જેવું રામ મંદિર પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. અને ત્યારથી કરોડો હિન્દુઓ ઈચ્છા હતા કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને તેવું ઇચ્છતા હતા. જોકે સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા મુજબ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. અને તે ટ્રસ્ટના માધ્યમથી અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિર બનાવવામાં આવ્યું છે.
આ રામ મંદિર ખાતે આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજવાનો છે. આ કાર્યક્રમમાં સમગ્ર ભારત દેશની અંદરથી અંદાજે સાતેક હજાર લોકોને બોલાવવામાં આવ્યા છે. જેમાં સંતો મહંતો, દાતાઓ અને તે ઉપરાંત આગેવાનોને બોલાવવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં સનાળા રોડ પર રહેતા ડો. જયંતીભાઈ ભાડેશીયા તેમજ તેઓના પત્ની ડો. પૂર્ણિમાબેન ભાડેસીયાને પણ હાજર રહેવા માટે થઈને રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ પત્રિકા મોકલવામાં આવેલ છે. જેથી ભાડેશીયા પરિવારે શ્રી રામ અને રામ જન્મભૂમિ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરીને હર્ષની લાગણી વ્યક્ત કરી છે.
વર્ષ 1992 માં જ્યારે કાર સેવા માટે થઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાંથી ચાર મહિલાઓ સહિત કુલ મળીને 70 જેટલા કાર સેવકો અયોધ્યા ખાતે પહોંચ્યા હતા અને તેમાં ડો. જયંતીભાઈ ભાડેશીયાનો પણ સમાવેશ થયો હતો ત્યારે ડો. જયંતીભાઈ ભાડેશીયા મોરબીની સદભાવન હોસ્પિટલમાં નોકરી કરતાં હતા ત્યાથી રજા લઈને તેઓ અન્ય કાર સેવકોની સાથે અયોધ્યા ગયા હતા
અને જ્યારે વાંકાનેર રેલ્વે સ્ટેશનથી અયોધ્યા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેઓના માતા ચંપાબેન અને તેમના પિતા ડાયાભાઇ અને તેમના પત્ની ડો. પૂર્ણિમાબેન તેઓને રેલવે સ્ટેશને મૂકવા માટે આવ્યા હતા અને ભગવાન શ્રીરામનું કામ કરવા માટે જાવ છો ભગવાન તમારી સાથે છે તેવી તેવા આશીર્વાદ પણ તેમના માતાપિતાએ તે સમયે આપ્યા હતા અને કાર સેવા પૂરી કરીને તે લોકો જ્યારે પરત મોરબી આવ્યા તેના આજે 31 વર્ષ પછી હવે જ્યારે અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર બની ગયું છે
અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે થઈને રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ડો. જયંતીભાઈ ભાડેશીયાને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે વધુ એક વખત તેઓના માતા ચંપાબેન તેઓને અયોધ્યા જવા માટે પોતાના ઘરેથી વળાવશે અને ભગવાન શ્રી રામના આશીર્વાદ સૌ ઉપર વરસતા રહે તેવી તેમણે ભગવાનને પ્રાર્થના પણ કરેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે