Abhayam News
Abhayam

જમ્મૂ-કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો

Jammu and Kashmir will get full statehood

જમ્મૂ-કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો આજે સુપ્રીમ કોર્ટે જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ કરવાનાં નિર્ણયને કાયમ રાખ્યો. આ સાથે જ તેને પૂર્ણ રાજ્ય બનવાનો દરજ્જો મળવાનો રસ્તો પણ સાફ થઈ ગયો. રાજ્ય બન્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં ઘણાં ફેરફારો થશે જેમાં રાજ્યનાં વિકાસમાં નાણાપંચનો મોટો રોલ પણ રહેશે. જમ્મૂ-કાશ્મીરમાં ટૂંક જ સમયમાં ચૂંટણી પણ યોજાઈ શકે છે. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બર 2024 સુધી જમ્મૂ -કાશ્મીરમાં ચૂંટણી થવી જોઈએ.

Jammu and Kashmir will get full statehood
  • 5 ઑગસ્ટ 2019નાં મોદી સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાંથી 370 રદ કરવામાં આવ્યું જે બાદ રાજ્યને 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું. જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ. આ બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારનાં આ નિર્ણય બાદ જમ્મૂ-કાશ્મીર પાસેથી વિશેષ રાજ્ય હોવાનો દરજ્જો છિનવાઈ ગયો હતો. હવે 4 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
  • વિશિષ્ટ દરજ્જો મળ્યો હોવાને લીધે 2019 પહેલા જમ્મૂ-કાશ્મીરમાં બહારનાં લોકોને જમીન ખરીદવાનો હક નહોતો. અનુચ્છેદ 35A માં આવી ખરીદીને માત્ર સ્થાયી રહેવાસીઓ માટે સીમિત રાખ્યું હતું. 370 રદ થયાં બાદ કેન્દ્ર સરકારે જમ્મૂ અને કાશ્મીર વિકાસ અધિનિયમમાં ફેરફાર કર્યાં અને બાહરી લોકોને જમ્મૂ-કાશ્મીરમાં કૃષિલાયક ભૂમિ સિવાયની અન્ય જમીન ખરીદવાનો હક આપ્યો. 
  • આ સિવાય 2019 થી જૂન 2022 સુધી રાજ્યમાં 29806 લોકોને પબ્લિક સેક્ટરમાં ભરતી આપવામાં આવી. આ સિવાય કેન્દ્રીય યોજનાઓ પણ શરૂ કરવામાં આવી. સ્વાસ્થ્ય સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજ્યમાં 2 AIIMS ખોલવાને પણ મંજૂરી આપવામાં આવી છે.
  • પૂર્ણ રાજ્ય બનવા પર જમ્મૂ-કાશ્મીરમાં અનેક ફેરફારો આવશે.  Jammu Kashmirનાં પૂર્ણ રાજ્ય બન્યા બાદ હવે અહીં કેન્દ્રથી મળતી નાણાકીય મદદ બંધ થઈ જશે. જો કે તેનાથી રાજ્યની ફાઈનેંશિયલ હેલ્થ પર ખાસ અસર નહીં પડે કારણકે નાણાપંચ દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે.
  • નાણાપંચ નક્કી કરે છે કે ટેક્સથી થનારી કમાણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે કેટલી ટકાવારીમાં વહેંચવાની રહેશે.  નાણાપંચ ફોર્મુલા નક્કી કર્યા બાદ રાષ્ટ્રપતિને પોતાનો પ્રસ્તાવ આપે છે અને પછી એ હિસાબે પાંચ વર્ષો સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે રાજસ્વની વહેંચણી થાય છે.નાણાપંચ એ ઉપાયોનો પ્રસ્તાવ પાઠવે છે જેની રાજ્યની પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓમાં જરૂરિયાત હોય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સંજય રાઉતે કહ્યું કે રામ મંદિરનું ઉદ્ઘાટન ભાજપનો કાર્યક્રમ છે રાષ્ટ્રીય નહીં

Vivek Radadiya

AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા સામે સુરતમાં 7 ફરિયાદ:-જાણો કારણ

Abhayam

અયોધ્યા રામ મંદિરના પૂજારી મોહિત પાન્ડે કોણ છે??

Vivek Radadiya