Abhayam News
AbhayamGujaratSurat

હીરાના ખજાના પર બેઠું છે ઇઝરાયલ, ભારત સાથેની દોસ્તીનું આ છે રાજ!

પોલિશ હીરાનું સૌથી મોટું નિકાસકાર છે ઇઝરાયલ

એક અહેવાલ મુજબ, હીરા ઇઝરાયેલ માટે એક મહત્વપૂર્ણ એક્સપોર્ટ પ્રોડક્ટે છે, જે દેશની કુલ નિકાસમાં લગભગ 25 ટકા હિસ્સો ધરાવે છે. ઇઝરાયલ પોલિશ્ડ હીરાના વિશ્વના સૌથી મોટા નિકાસકારોમાંનું એક છે અને કાચા હીરાના વેપારનું મુખ્ય કેન્દ્ર પણ છે. વૈશ્વિક કાચા હીરાના ઉત્પાદનનો લગભગ એક તૃતીયાંશ હિસ્સો દર વર્ષે ઇઝરાયેલ ડાયમંડ એક્સચેન્જમાં આયાત કરવામાં આવે છે, જ્યાંથી તેને પોલિશ કરવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે નિકાસ કરવામાં આવે છે. દેશનો આ બિઝનેસ એટલો મોટો છે કે, વર્ષ 2020માં ઇઝરાયલ 7.5 અબજ ડોલરના હીરાની નિકાસ કરી હતી અને વિશ્વનો છઠ્ઠો સૌથી મોટું ડાયમંડ એક્સપોર્ટ્ર બની ગયું હતું.

સમય સાથે વધ્યો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ

ગત 40 વર્ષમાં ઇઝરાયલની બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારો ગ્રોથ થયો છે. વધતી વસ્તીની સાથે દેશમાં વ્યાપારિક સુધારો પણ જોવા મળ્યો છે. ઇઝરાયલની એડવાન્સ્ડ ટેક્નોલોજી, સોફ્ટવેર, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ડિવાઇસની વૈશ્વિક માંગના કારણે ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ કર્યો છે. સરકારની પોલિસીઓ પણ તેમાં મદદરૂપ સાબિત થઇ રહી છે.

નિકાસમાં હીરાનો ભાગ સૌથી મોટો

હીરાની નિકાસનો આંકડો 9.06 અબજ ડોલર, ઇન્ટીગ્રેટેડ સર્કિટની નિકાસ 5.09 અરબ ડોલર, રિફાઇન્ડ પેટ્રોલિયમ 2.73 અબજ ડોલર, મેડિકલ ડિવાઇસ 2.36 અબજ ડોલર અને અન્ય માપ ડિવાઇસની નિકાસ 2.32 અબજ ડોલર છે. ઇઝરાયલથી ભારતમાં થતી નિકાસમાં હીરા ઉપરાંત મોતી કિંમતી પથ્થર, રાસાયણિક અને ખનીજો/ખાતર ઉત્પાદનો, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો, પેટ્રોલિયમ ઓઇલ, સંરક્ષણ, મશીનરી અને પરિવહનનાં સાધનોનો સમાવેશ થાય છે.

ઇઝરાયેલથી ભારત આવે છે પોલીશ હીરાઓ

ભારત ઇઝરાયલથી વધુ કાચા હીરાની આયાત કરે છે, જે પોલિશ્ડ ડાયમંડ માટે વિશ્વના અગ્રણી કેન્દ્રોમાંનું એક છે. આનો અર્થ એ છે કે ભારતમાં કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગ માટેનો કાચો માલ ઇઝરાયલમાંથી મેળવવામાં આવે છે અને આ બાબતમાં દેશ ઇઝરયેલનો મોટો વ્યવસાયિક ભાગીદાર છે. ઇઝરાયેલનો કુદરતી હીરાને કાપવા અને પોલિશ કરવામાં વૈશ્વિક બજારમાં લગભગ 90 ટકા હિસ્સો છે. આ ઉપરાંત ઇઝરાયલ ખાટાં ફળોનો મોટો ઉત્પાદક અને મોટો નિકાસકાર દેશ છે. ત્યાંથી નિકાસ કરવામાં આવતા આ ફળોમાં નારંગી, દ્રાક્ષ, ટેન્ગેરિન, દ્રાક્ષ અને પોમેલોનો સમાવેશ થાય છે.

રીસર્ચ-ગ્રોથની દિશામાં વિકાસ

ઇઝરાયલ આટલો સમૃદ્ધ અને સ્વસ્થ દેશ હોવા પાછળ પણ બિઝનેસ જ કારણભૂત છે. રિપોર્ટ મુજબ ઇઝરાયેલ રિસર્ચ અને ગ્રોથમાં મોટું રોકાણ કરે છે અને તેથી એરોસ્પેસ, આધુનિક ડિફેન્સ ઉપકરણો, વૈજ્ઞાનિક ઉપકરણો જેવા ક્ષેત્રમાં હાઇ ટેક્નોલોજી પ્રોડક્ટની નિકાસમાં એક શક્તિશાળી દેશ માનવામાં આવે છે. આ સેક્ટરમાં ઇઝરાયેલના એક્સપોર્ટ ડેટા અનુસાર, આજે તેની નિકાસ લગભગ 17 બિલિયન ડોલર છે, જે દેશના કુલ નિકાસના 1/3 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ધો.11મા એડમિશનને લઈ સરકારે જાહેર કર્યો પરિપત્ર…

Abhayam

મેકઅપ દૂર કરવા માટે રિમૂવરને બદલે આ કુદરતી વસ્તુઓનો કરો ઉપયોગ

Vivek Radadiya

સુરતનો જર્જરિત બ્રિજ અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે

Vivek Radadiya