Abhayam News
Abhayam

IRCTCએ કર્યો જબરદસ્ત નફો

IRCTCએ કર્યો જબરદસ્ત નફો IRCTCએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 294.7 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તે ગયા વર્ષના આ જ સમયગાળા દરમિયાન સમાન ક્વાર્ટરમાં થયેલા 226 કરોડ રૂપિયાના નફા કરતાં 30.4 ટકા વધારે છે. આ અવધિ દરમિયાન કંપનીની કુલ આવક 23.5 ટકા વધીને 995.3 કરોડ રૂપિયા થઈ છે.

IRCTCએ કર્યો જબરદસ્ત નફો

રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગમાં મોનોપોલી ધરાવતી ધરાવતી સરકારી કંપની IRCTCએ રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. કંપનીએ માત્ર ત્રણ મહિનામાં જ એટલો પ્રોફિટ કર્યો છે કે, તેનો લાભ ઈન્વેસ્ટર્સને પણ મળશે. આ સરકારી કંપનીએ તેના શેરધારકોને એક શેર પર 125 ટકાનો નફો આપી રહી છે.

એર ટિકિટ બુક કરવા માટે પણ લોકપ્રિય

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન એટલે કે, IRCTC ઓનલાઈન રેલવે ટિકિટ બુકિંગમાં મોનોપોલી ધરાવે છે. તે ખૂબ જ ઓછા કમિશન ચાર્જ પર એર ટિકિટ બુક કરવા માટે પણ ખૂબ લોકપ્રિય છે. આ ઉપરાંત IRCTC દેશ અને વિદેશના જુદા-જુદા ટૂર પેકેજ પણ પ્લાન કરે છે. આ બધા દ્વારા IRCTC રૂપિયાની કમાણી કરે છે.

IRCTCએ કર્યો જબરદસ્ત નફો

IRCTCએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 294.7 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તે ગયા વર્ષના આ જ સમયગાળા દરમિયાન સમાન ક્વાર્ટરમાં થયેલા 226 કરોડ રૂપિયાના નફા કરતાં 30.4 ટકા વધારે છે. આ અવધિ દરમિયાન કંપનીની કુલ આવક 23.5 ટકા વધીને 995.3 કરોડ રૂપિયા થઈ છે. જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 805.80 કરોડ રૂપિયા હતી.

તીર્થ યાત્રા ટુર પેકેજ દ્વારા કરી કમાણી

IRCTC જુદી-જુદી રાજ્ય સરકાર અને ભારતીય રેલવે માટે તીર્થ યાત્રા ટુરનું પણ મેનેજમેન્ટ કરે છે. જેના કારણે IRCTCની આવક 119 ટકા જેટલી વધી છે. જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન આવક 64.84 કરોડ રૂપિયા હતી, જે ગયા વર્ષે સમાન અવધિમાં 29.62 કરોડ રૂપિયા હતી.

એક શેર પર 125 ટકા નફો

આ સાથે IRCTCએ તેના શેરધારકોને વચગાળાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપની 2 રૂપિયાની ફેસ વેલ્યુના દરેક શેર પર 2.50 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવશે. આ શેરની ફેસ વેલ્યુના 125 ટકા છે. આજે એટલે કે, બુધવારે IRCTCનો શેર 41 રૂપિયા ઘટીને 676.90 પર બંધ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરતમાં 13 વર્ષનો બાળક આઈસોલેશન સેન્ટરમાં સંગીતના સૂર રેલાવીને કોરોનાગ્રસ્તોને તણાવ મુક્ત કરે છે..

Abhayam

વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલો છે ચિરાગ ભરવાડ

Vivek Radadiya

ઈન્ડિયાની જીત પર  PM મોદીએ આપી શુભેચ્છા

Vivek Radadiya