અમદાવાદમાં IPSની પત્નીનો આપઘાત અમદાવાદમાં IPS અધિકારીની પત્નીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ અમદાવાદના થલતેજ ખાતે રહેતા IPS આર.ટી.સુસરાના પત્ની સાલુબેને આપઘાત કરી લીધો છે.
હજી એક મહિના પહેલા જ લગ્નની 31 મી વર્ષગાંઠ ઉજવ્યા બાદ હવે તેમણે અચાનક જીવન ટૂંકાવી લીધું છે. આ તરફ હજી સુધી આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઈ બોડકદેવ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.
વલસાડ મરીન સિક્યોરિટીમાં DCP તરીક ફરજ બજાવતા IPS આર.ટી.સુસરાના પત્ની સાલુબેને જીવન ટૂંકાવી દીધું છે. વાત જાણે એમ છે કે, IPS આર.ટી.સુસરાના પત્ની સાલુબેને થલતેજ સ્થિત તેમના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. થલતેજના શાંગ્રિલા બંગલોમાં IPS આર.ટી.સુસરા પરિવાર સાથે રહે છે. જોકે આજે અચાનક તેમના પત્નીએ આપઘાત કરી લેતા પરિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે