અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આગામી 7 થી 14 જાન્યુઆરી, 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024નું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 7 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે કરવામાં આવશે. રાજ્યના પ્રવાસન મુળુ બેરા પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પતંગબાજોનો ઉત્સાહ વધારવા માટે પતંગ ઉડ્ડયનમાં પણ સહભાગી થશે.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 આગામી 7 થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાશે, જેમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 જાન્યુઆરીએ વડોદરા, 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવ દરમિયાન અનેક આકર્ષણ તૈયાર કરાયા
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 માં વિશેષ રીતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે. રાજ્યના હસ્તકલાનાં કારીગરોને ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ્સ અને પતંગ રસિકો માટે ખાણીપીણાના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પતંગ મહોત્સવ દરમિયાન 7 થી 13 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 7 થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે.
પતંગ મહોત્સવના આયોજન થતા દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવતા આ પ્રકારના આયોજનથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થયું છે. પરિણામે અર્થતંત્રને તેની સીધી અસર થતા મજબૂત થયુ છે. પ્રવાસન સાથે જોડાયેલાં લોકોને રોજગારી પ્રાપ્ત થવાથી તેમના જીવનધોરણના સ્તરમાં પણ વધારો થયો છે
. 55 દેશોના 153 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે
આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહરિન, બેલારૂસ, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, ઈટલી, જાપાન, જોર્ડન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, સ્લોવાકિયા, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, થાઈલેન્ડ, ટ્યુનિશિયા, તુર્કી, યુક્રેન, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ જેવા દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે