ભારતે ડુંગળીની નિકાસ પર લગાવ્યો છે પ્રતિબંધ દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા અને તેની કિંમતને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીના નિકાસ પર રોક લગાવી દીધી છે. ભારતના આ પગલાની પડોસના દેશો પર પણ અસર પડી છે. રિપોર્ટ અનુસાર ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર લગાયેલા પ્રતિબંધ બાદ પડોસી દેશ બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવમાં ડુંગળીની કિંમત ખૂબ જ વધારે છે.
ગયા અઠાવાડિયે 8 ડિસેમ્બરે ડીજીએફટીની તરફથી જાહેર આદેશ અનુસાર, 31 માર્ચ 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ રહેશે. તેના પહેલા ઓગસ્ટમાં ભારતે તહેવારની સીઝનને જોતા ડુંગળીના નિકાસ પર 40 ટકાનો ચાર્જ લગાવ્યો હતો. ત્યાર બાદ ઓક્ટોબરમાં ભારતે ડુંગળી નિકાસના નવા ન્યૂનતમ ભાવ 800 ડોલર પ્રતિ ટન કરી દીધો હતો. ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી કે જ્યારે આ સમયગાળો 31મી ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો હતો.
ભારતે ડુંગળીની નિકાસ પર લગાવ્યો છે પ્રતિબંધ
બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમત
ભારત દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવેલા પ્રતિબંધ બાદ બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમતોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં ડુંગળીની કિંમત 200 ટકા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. જ્યારે બેનથી એક જ દિવસ પહેલા ડુંગળીની કિંમત 130 ટકા પ્રતિ કિલોગ્રામ હતી.
ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશે સ્થાનીક ડુંગળીની કિંમતોમાં વધારાને લઈને કહ્યું છે કે એક અઠવાડીયા પહેલા જ ડુંગળી 105-125 ટકા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી હતી. તે હવે 180થી 190 ટકા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. જે ડુંગળી આપણે જથ્યાબંધ ભાવમાં 90-100 ટકા પ્રતિ કિલોગ્રામ ખરીદતા હતા. તે હવે 160થી 170 ટકા પ્રતિ કિલોગ્રામ ખરીદી રહ્યા છે.
ભૂતાનમાં ડુંગળીના ભાવ
ડુંગળીના નિકાસ પર લગાવેલા પ્રતિબંધ બાદ ભૂતાનમાં પણ ડુંગળીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. ભૂતાનમાં ડુંગળી 150 નગુલ્ટ્રમ પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. રાજધાની થિમ્પૂના સ્થાનીક લોકોનું કહેવું છે કે આજ ડુંગળી પહેલા 50થી 70 નગુલ્ટ્રમ પ્રતિ કિલો વેચાઈ રહી હતી.
ભૂતાન બ્રોડકાસ્ટિંગ સર્વિસના એક રિપોર્ટ અનુસાર ભારત દ્વારા ડુંગળી નિકાસ પર લગાયેલા બેન દ્વારા ભૂતાનના અન્ય ભાગોમાં પણ ડુંગળીની કિંમતો 100 નગુલ્ટ્રમ સુધી પહોંચી ગઈ છે.
નેપાળ સંપૂર્ણ રીતે ભારત પર નિર્ભર
ભારત દ્વારા ડુંગળી નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના બાદ નેપાળમાં ડુંગળીની કિંમતો લગભગ બેગણી વધી ગઈ છે. જે ડુંગળી 100-100 રૂપિયે પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી હતી તે જ 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. સ્થાનીક વ્યાપારીઓનું કહેવું છે કે ડુંગળીની કિંમતોમાં વધારો થશે કારણ કે નેપાળ ઘણી હદ સુધી ભારતથી આયાત કરેલ ડુંગળી પર નિર્ભર છે.
નેપાળ ડુંગળી આપાત માટે લગભગ સંપૂર્ણ રીતે ભારત પર નિર્ભર છે. એવામાં ભારત દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધના કારણે ત્યાં પણ ડુંગળીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા નાણાકીય વર્ષમાં નેપાળે ભારત પાસેથી 6.75 અબજ રૂપિયાની લગભગ 190 ટન ડુંગળી આયાત કરી હતી.
માલદિવ પણ ડુંગળી માટે ભારત પર નિર્ભર
નેપાળની જેમ જ માલદિવ પણ ભારત પાસેથી આયાત કરે છે. એવામાં સ્થાનીક બજારોમાં ડુંગળીની કમીના કારણે ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર ભારત દ્વારા બેન લગાવ્યા પહેલા માલદીવમાં જે ડુંગળી 200થી 350 રૂપિયા પ્રતિ બોરી વેચાઈ રહી હતી. તેજ ડુંગળી હવે 500 રૂપિયા પ્રતિ બોરીથી લઈને 900 રૂપિયા પ્રતિ બોરી વેચાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે