કોંગ્રેસના નેતા ધીરજ સાહુના રહેણાંક અને વ્યવસાયિક સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા આવકવેરા વિભાગની ટીમે ગઈકાલ બુધવારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના રાંચી અને લોહરદગા સ્થિત નિવાસસ્થાન સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આવકવેરા વિભાગને સંસદસભ્યના રહેઠાણ અને વ્યવસાયિક સ્થળોએથી અધધધ કહી શકાય એટલી મોટી માત્રામાં રોકડ મળી આવી છે.
કોંગ્રેસના નેતા ધીરજ સાહુના રહેણાંક અને વ્યવસાયિક સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા
ઝારખંડમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના રહેણાંક અને વ્યવસાયિક સ્થળોએથી મોટી માત્રામાં રોકડ મળી આવી છે. ધીરજ સાહુના રહેણાંકેથી ચલણી નોટોથી ભરેલો આખો કબાટ મળી આવ્યો છે. ચલણી નોટ ભરેલ કબાટ જોઈને તો એક સમયે એવું જ લાગે કે કોઈ બેંકની તિજોરી છે.
રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ત્યાંથી પકડાયેલ કુલ રોકડ રકમ હજુ સુધી આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી. ચલણી નોટોની ગણતરી હજુ ચાલુ છે. આ રોકડ રકમ બુધવારે રાંચી અને લોહરદગામાં આવેલ સાંસદના નિવાસસ્થાન સહિત પાંચ સ્થળોએ ઇન્કમટેક્સના દરોડામાં મળી આવી હતી.
રાંચીના રેડિયમ રોડ પર આવેલા સાંસદના નિવાસસ્થાન સુશીલા નિકેતન ઉપરાંત ઓડિશાના બાલાંગિર, સંબલપુર અને કાલાહાંડીમાં એક-એક જગ્યાએ ગઈકાલે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓએ રાંચીના રેડિયમ રોડ પરના તેમના નિવાસસ્થાને કામ કરવા આવતા કામદારોને પણ ઘરેથી જ પાછા મોકલી દીધા હતા.
આવકવેરાની ટીમે લોહરદગા સ્થિત નિવાસસ્થાને પણ દસ્તાવેજોની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન બહારથી કોઈને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. સવારથી મોડી રાત સુધી આવકવેરા વિભાગની ટીમ દસ્તાવેજોની ચકાસણીમાં વ્યસ્ત હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે