Abhayam News
AbhayamSurat

સુરત BRTS રૂટમાં અકસ્માતનાં કિસ્સા વધારો

Incidents of accidents on Surat BRTS route increase

સુરત BRTS રૂટમાં અકસ્માતનાં કિસ્સા વધારો તાજેતરમાં જ સુરતમાં બે BRTS બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. અકસ્માત સર્જાયા બાદ લોકો દ્વારા બસ ડ્રાયવરને માર માર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું. ત્યારે BRTS રૂટમાં વધતા જતા અકસ્માતનાં કિસ્સાને લઈ VTV NEWS દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું.

Incidents of accidents on Surat BRTS route increase

જેમાં BRTS  રૂટમાં લોકો બેફામ વાહનો ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. તો ટુ વ્હીલરથી માંડી ફોર વ્હીલર તેમજ થ્રી વ્હીલર વાહન ચાલકો પણ બિદાસ્ત રીતે નિયમોની ઐસી તૈસી કરી બેફામ વાહન ચલાવી રહ્યા હતા. તો વાહન ચાલકો પણ બિંદાસ્ત કોઈ પણ જાતનાં ડર વગર BRTS  રૂટમાં વાહન  હંકારતા નજરે પડી રહ્યા છે. તો આ લોકો સામે ક્યારે કાર્યવાહી કરાશે તે એક પ્રશ્ન છે. BRTS રૂટમાં વાહન હંકારનાર સામે કાર્યવાહી ક્યારે?

સુરત BRTS રૂટમાં અકસ્માતનાં કિસ્સા વધારો

Incidents of accidents on Surat BRTS route increase

BRTS બસ ચાલકો પણ બેફામ બસ હંકારી રહ્યા છે
તો બીજી તરફ વાહન ચાલકોની સાથે સાથે BRTS  નાં બસ ચાલકો પણ બેફામ રીતે તેમજ મુસાફરોનો જીવ જોખમમાં મુકાય તે રીતે બસ બચાવતા વીડિયોમાં જોઈ શકાય છે. ત્યારે BRTS બસનાં ડ્રાયવરોને પણ કોઈ કહેનાર ન હોય તેમ નિયમો તોડીને અમુક જગ્યાએ સ્પીડ લીમીટ કરતા વધુ સ્પીડે BRTS બસ હંકારી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતે જાણે વહીવટી તંત્રને કોઈ ચિંતા જ ન હોય તેમ કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.

BRTS રૂટમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને કાયદાનો ડર જ નહી

આ બાબતે VTV NEWS  દ્વારા BRTS રૂટમાં વાહન ચલાવતા વાહન ચાલકોને BRTS  રૂટમાં નિયમો નેવે મુકીને વાહન ચલાવવા બાબતે પૂછતા તમામ વાહન ચાલકો દ્વારા કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. એક બાઈક ચાલકને પૂછતા બાઈક ચાલકે માત્ર માથુ જ હલાવ્યું હતું. પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

1000થી વધુ સાધુ-સંતોનો ભંડારો, 500 લિટરના દૂધપાક સાથે માલપૂઆનો પ્રસાદ પીરસાયો….

Abhayam

પુતિનના આ નિર્ણયથી આખા વિશ્વને પરસેવો વળી ગયો

Vivek Radadiya

“સુભાષચંદ્ર બોઝ જીવનગાથા”

Abhayam