વર્ષ 2024માં દુનિયાભરમાં મચી જશે હાહાકાર! દુનિયામાં ઘણા પયગંબરો અને ફિલસૂફો થયા છે જેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. ફ્રેન્ચ ફિલોસોફર નાસ્ત્રેદમસ પણ આ લોકોમાંના એક છે. વર્ષ 2024 માટે માત્ર થોડા જ મહિના બાકી છે. આવી સ્થિતિમાં નવું વર્ષ તેમના માટે કે દેશ અને દુનિયા માટે કેવું રહેશે તે જાણવાની દરેકને ઉત્સુકતા છે. નાસ્ત્રેદમસે સેંકડો વર્ષ પહેલા વર્ષ 2024 માટે ભવિષ્યવાણી કરી હતી. જો તેમની વાત સાચી સાબિત થાય છે તો આવનારું વર્ષ દુનિયા માટે સારું નથી. નાસ્ત્રેદમસે જર્મનીમાં હિટલરનો ઉદય અને યુએસ પ્રમુખ જ્હોન એફ કેનેડીના ગોળીબાર સહિત 100 લોકો માટે ભવિષ્યવાણી કરી છે. તે પોતાની કવિતાઓ દ્વારા ભવિષ્યવાણીઓ કરતા હતા. સમગ્ર વિશ્વમાં લોકો તેમની કવિતાઓને ડીકોડ કરે છે અને તેમની આગાહીઓ દરેકની સમક્ષ લાવે છે.
વર્ષ 2024માં દુનિયાભરમાં મચી જશે હાહાકાર!
નાસ્ત્રેદમસની આગાહીઓ ચિંતાનું કારણ બની
2024 માટે નાસ્ત્રેદમસની આગાહીઓ ચિંતાનું કારણ બની રહી છે. તેમની આગાહી અનુસાર 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અસ્થિરતા આવી શકે છે અને અહીં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. નાસ્ત્રેદમસના મતે નવા વર્ષમાં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. તેમણે તેમની કવિતામાં કહ્યું છે કે ‘લાલ દુશ્મન ભયથી પીળો થઈ જશે, મહાસાગરમાં ભય હશે.’ ઘણા લોકો લાલ દુશ્મનને સામ્યવાદી ચીન માને છે. નાસ્ત્રેદમસ પોતાના પુસ્તકમાં લખતા ચેતવણી આપે છે કે વર્ષ 2024માં પરમાણુ વિસ્ફોટ થશે, જેની આબોહવા પર ઊંડી અસર પડશે. નાસ્ત્રેદમસ કહે છે કે વર્ષ 2024માં વાતાવરણમાં ઘણો બદલાવ આવશે અને પૃથ્વી પહેલા કરતા વધુ ગરમ થશે. આ વર્ષે હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે