Abhayam News
Abhayam News

મોદી શાસન બાદ છેલ્લા સાત વર્ષમાં આટલા લાખથી વધુ ભારતીયોએ નાગરીકતા છોડી..

કેન્દ્ર સરકારે (Central Government) લોકસભામાં જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે.

સરકારે કહ્યું છે કે વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર 30 સપ્ટેમ્બર 2021 સુધી છેલ્લા 7 વર્ષમાં 8,81,254 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે.

તેમણે કહ્યું હતું કે 10,645 વિદેશી નાગરિકો, મોટાભાગે પાકિસ્તાન (7,782) અને અફઘાનિસ્તાન (795)એ 2016 અને 2020 વચ્ચે ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં 100 લાખથી વધુ ભારતીયો વિદેશમાં રહે છે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 1.25 કરોડ ભારતીય નાગરિકો વિદેશમાં રહે છે, જેમાં 37 લાખ લોકો OCI એટલે કે ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઈન્ડિયા કાર્ડ ધારક છે.

બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે (Union minister of state for home affairs Nityanand Rai) અગાઉ 1 ડિસેમ્બરે સંસદમાં જણાવ્યું હતું કે 20 સપ્ટેમ્બર સુધીના છેલ્લા સાત વર્ષમાં 6,08,162 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. તેમાંથી 1,11,287 લોકોએ આ વર્ષે 20 સપ્ટેમ્બર સુધીમાં તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.

ટ્વીટર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતના તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ પછી પણ આરોપીઓ સામે ચાર્જફ્રેમ થયો નથી…

Abhayam

સુકેશ કેસમાં જેકલીન બાદ હવે નોરા ફતેહીની પણ પુછપરછ કરશે પોલીસ

Archita Kakadiya

દ્વારકા :: કેજરીવાલની ખેડૂતોને ગેરેન્ટી..વાંચો અહેવાલ

Archita Kakadiya

Leave a Comment