જેએનયુના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, વિદ્યાર્થી ઉમર ખાલિદ તથા અનિરબાન ભટ્ટાચાર્ય પર રાજદ્રોહનો કેસ થયો હતો જેને લીધે વિવાદ થયો હતો.. તસવીરમાં કન્હૈયા કુમાર.
ગૃહ મંત્રાલાયના સત્તાવાર આંકડાઓ અનુસાર દેશમાં વર્ષ 2014થી 2019 દરમિયાન રાજદ્રોહના કુલ 326 કેસો દાખલ કરવામાં આવ્યા જેમાં છ લોકોને સજા થઈ છે.
રાજદ્રોહના 326 કેસ પૈકી માત્ર 141 કેસોમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જ્યારે 6 વર્ષોમાં માત્ર 6 લોકોને જ સજા થઈ છે એટલે કે માત્ર 6 લોકો દોષી ઠર્યાં છે.
જોકે હજુ વર્ષ 2020નો ડેટા જાહેર નથી કરાયો. અત્રે નોંધવું કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આઈપીસીની કલમ 124-એ (રાજદ્રોહની કલમ)નો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે.
સુપ્રીમે સરકારને સવાલ પણ પૂછ્યો હતો કે અંગ્રેજ સરકારે મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓ પર દમન ગુજારવા માટે જે કાયદાનો ઉપયોગ કર્યો તેને આજ સુધી રદ કેમ નથી કરવામાં આવ્યો?
સત્તાવાર આંકડાઓ અનુસાર વર્ષ 2019માં સૌથી વધારે 93 રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા. જ્યારે 2018માં 70 તથા 2017માં 51, 2014માં 47 તથા વર્ષ 2016 અને 2017માં 30 કેસ થયા હતા.
વર્ષ 2019માં 40 કેસોમાં ચાર્જશીટ દાખલ થઈ, જ્યારે વર્ષ 2018માં 38 કેસમાં, 2017માં 27 કેસમાં, 2016માં 16 કેસમાં, 2014માં 14 કેસમાં અને 2016માં 6 કેસોમાં ચાર્જશીટ દાખલ થઈ હતી.

આટલા વર્ષોમાં જે કુલ 6 દોષિત ઠર્યાં તેમાંથી વર્ષ 2018માં 2 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા. જ્યારે 2014, 2016, 2017 અને 2019માં 1-1 આરોપી દોષી જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2015માં એક પણ આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…