Abhayam News
AbhayamNews

સુરત માં શ્રમજીવીઓ પાલિકા સામે મેદાનમાં ઉતરી પડ્યા…

સુરત શહેરના અશ્વનિકુમાર સ્વામીનારાયણ ચાર રસ્તા નજીક શાકભાજી અને ફ્રૂટની લારી લગાવી રોજગારી મેળવતા શ્રમજીવીઓએ આજે દબાણ ખાતાનો સખત વિરોધ કરી રોડ ઉપર આવી ગયા હતા. નાના વેપારીઓએ દબાણ ખાતાના વાહનો આગળ સૂઈ વિરોધ કરતા ઉપરી અધિકારીઓ અને મેયર સહિત સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ દોડતા થઈ ગયા હતા…

હરીશ ગુજ્જર (સામાજિક કાર્યકર્તા) એ જણાવ્યું હતું કે, આટલી મોંઘવારીમાં પણ પસીનો પાડી બે રૂપિયા કમાઈને ઘર ચલાવતા શ્રમજીવીઓ ના જ પાલિકા ને દબાણ દેખાય છે. અશ્વનિકુમાર રૂસ્તમબાગ સ્વામીનારાયણ મંદિર નજીક જાહેરમાં શાકભાજી અને ફ્રુટની લારી લગાડતા શ્રમજીવીઓને પાલિકાનું દબાણ ખાતું વારંવાર હેરાન કરતું આવ્યું છે.

લારી ઉપાડી જવી, માલ સમાન રોડ પર ફેંકી દેવો નહિતર જમા લઈ લેવી જેવી બાબતોથી કંટાળી ગયેલા શ્રમજીવીઓએ આજે પાલિકા સામે મેદાનમાં ઉતરી પડ્યા હતા.નામ ન લખવાની શરતે લોકોએ કહ્યું હતું કે, હવે ગરીબોએ પાલિકાની સતા પાંખના પદાધિકારીઓ સહિત તમામને ચોપડી આપ્યું કે ભલે આજે સમાન લઈ જાઉં અને અમને ભિખારી બનાવો કાલે વોટ માગવા આવજો પછી તમને કેવા ભિખારી બનાવીએ જોજો. બસ આ સંભાળી સતાધારી પક્ષના પદાધિકારીઓના પગ તળિયેથી જમીન સરકી જતા ચાલી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ટ્રક ચાલકોની હડતાળને લઈ ઈંધણની અછતની વાત થઈ વહેતી

Vivek Radadiya

ભરૂચમાં લવ-જેહાદનો ચોંકાવનારો કેસ

Vivek Radadiya

પરમવીર ચક્ર ભાગ -૩ : જદુનાથ સિંહ

Abhayam