Abhayam News
AbhayamAhmedabad

ખેડા જિલ્લામાં નશાકારક પદાર્થ પીવાથી પાંચ લોકોના મોત નિપજ્યા

In Kheda district, five people died due to consumption of intoxicating substance

ખેડા જિલ્લામાં નશાકારક પદાર્થ પીવાથી પાંચ લોકોના મોત નિપજ્યા એક તરફ ખેડા જિલ્લામાં નશાકારક પદાર્થ પીવાથી પાંચ લોકોના મોત નિપજ્યા છે ત્યારે આવી જ અન્ય નશાકારક સીરપ બનાવવાનો જથ્થો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. નશાકારક સીરપ બનાવવા માટે વપરાતા કાચો માલ એટલે કે સીરપ અને ટેબલેટના જથ્થા સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને પૂછપરછ કરતા ચોકાવનારી હકીકતો પણ સામે આવી છે.

In Kheda district, five people died due to consumption of intoxicating substance

યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ બાદ હવે નશાકારક સીરપ પણ બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે. જોકે આવી નશાકારક સીરપનાં વેચાણ ઉપર પોલીસ પણ વોચ રાખીને બેઠી છે અને કાર્યવાહીઓ કરી રહી છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માહિતીને આધારે નશાકારક કફસિરાપ બનાવવામાં જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કફસિરપ બની અને વેચાણ થાય તે પહેલા જ તેના કાચા માલ ને પકડી પાડ્યો છે.

ક્રાઈમ બ્રાંચે 49 નંગ Nitrazepam ટેબ્લેટનો જથ્થો કર્યો જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે દાણીલીમડા વિસ્તાર માથી મુજાહિદ ઉર્ફે મોઈન પઠાણની ધરપકડ કરી છે. તેની પાસેથી ડ્રાય કફ માટે વપરાતું મેટાહિસ્ટ- એસ નામના સિરપનો 18 લિટર અને એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત 49 નંગ Nitrazepam ટેબ્લેટનો જથ્થો પકડી પાડયો છે.

In Kheda district, five people died due to consumption of intoxicating substance

આ ઉપરાંત મેટાહીસ્ટ-એસ અને નાઈટ્રાઝીપામ ટેબલેટના મિશ્રણ વાળું શંકાસ્પદ પ્રવાહી પણ પોલીસે કબજે કર્યું છે. તેમજ રેક્સોડેકસ નામની કફ સીરપના સ્ટીકર પણ પોલીસને મળી આવ્યા છે.

મુજાહિદ્દે આર્થિક સંકડામણમાં હોવાથી નશાકારક સિરપ બનાવી વેચવાનું વિચાર્યુ

નશાકારક કફ સીરપ બનાવવાના જથ્થા સાથે પકડી પાડેલા મુજાદિન નામના આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી મુજાદિન આર્થિક સંકડામણમાં હતો અને પોતે પણ નશો કરવાની ટેવ ધરાવતો હતો. જલ્દી પૈસા કમાવવા માટે તેણે નશાકારક કફસીરપ બનાવી તેનો વેચાણ કરવાનું વિચાર્યું હતું.

In Kheda district, five people died due to consumption of intoxicating substance

નશાકારક કફસીરપ બનાવવા તેણે પોતાના ભાડુઆત સૈફુદીન નાગોરીની મદદ લીધી હતી. સૈફુદીન નાગોરી ખમાસા ખાતે આવેલા દેસાઈ મેડિકલ સ્ટોર માંથી મેટાહિસ્ટ-એસ નામનું ડ્રાય કફ માટે વપરાતું સિરપ ખરીદી કર્યું હતું અને તે સીરપને વધુ નશાકારક બનાવવા જુહાપુરામાં આવેલા મેડમેક્સ નામની દવાની દુકાનમાંથી કોઈપણ પ્રિસ્ક્રીપ્શન વગર 50 નંગ NITRAZEPAM ટેબ્લેટ ખરીદી હતી. જોકે જુહાપુરામાં આવેલી મેડીમેક્સ નામની હોલસેલ દવાની દુકાનમાં કામ કરતો હતો.

જેથી તેણે ત્યાંથી પ્રતિબંધિત દવા પોતાના જ નામે બિલ બનાવી પોતે ખરીદ કરી હતી. જે બાદ આ બંને ટેબલેટ અને સીરપનું મિશ્રણ કરી તેને નાની બોટલોમાં ભરી તેનું વેચાણ કરવાના હતા પરંતુ તે પહેલા તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાઈ ચૂક્યા છે.

In Kheda district, five people died due to consumption of intoxicating substance

ભાડુઆત સૈફુદ્દીન સાથએ મળી બનાવવાનો હતો નશાકારક સિરપ

આરોપી મુજાહિદ શોર્ટકટમાં પૈસા કમાવા માટે તેના જ ભાડુઆત સૈફુદીન સાથે મળી અને નશાકારક કફ સીરપ બનાવવાનો હતો. હાલ તો પોલીસે મુજાહિદની ધરપકડ કરી છે, જ્યારે શેફુદીન નાગોરીને પકડવા અલગ અલગ ટીમ બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સૈફુદીન જે મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો ત્યાં એનડીપીએસ પ્રતિબંધિત દવા કઈ રીતે વેચાણ થતી હતી, સૈફુદિંને આ દવાને કઈ રીતે મેળવી હતી, આ ઉપરાંત મેડિકલ સ્ટોરમાંથી પણ અન્ય કોઈ જગ્યા ઉપર આ પ્રતિબંધિત દવાઓ આપવામાં આવતી હતી કે કેમ અને મોઝાહિદ અને સૈફુદીને સાથે મળીને અગાઉ કોઈ નશાકારક સીરપ બનાવ્યું છે કે કેમ, આ તમામ મુદ્દાઓને લઈને હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભાજપના નેતાની સંડોવણી સામે આવી,ગોંડલ પોલીસના બાયોડીઝલના ગેરકાયદે ચાલતા બે પંપ પર દરોડા, ફરિયાદ દાખલ..

Abhayam

અફઘાનિસ્તાને મેચ જીતીને ઈતિહાસ રચ્યો 

Vivek Radadiya

સુરત:-ઉમરા પોલીસની અનોખી પહેલ..તમે પણ કહેશો વાહ ..

Abhayam