ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ઉમેદવારને મળ્યો માત્ર 1 મત, પરિવારમાં જ છે 12 સભ્યો..
વાપી તાલુકાના છરવાડા ગામની ઘટના
વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો છે.
વોર્ડ નંબર 5 માં સભ્ય તરીકે સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવારને તેની પત્ની અને પરિવારના સભ્યોએ પણ મત આપ્યો ન હતો.
12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં છરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 5નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
વલસાડ : 21મી ડિસેમ્બરે લોકશાહીના પર્વ સમા ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ઘણા રસપ્રદ કિસ્સા જોવા મળ્યા હતા. ક્યાંક માતા-પુત્ર વચ્ચે જંગ થયો હતો તો ક્યાંક સાસુ-વહુ વચ્ચે સરપંચ માટે ચૂંટણી યોજાઈ હતી. મત ગણતરીના દિવસે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક ઉમેદવારને માત્ર એક જ મત મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો…
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…