ગીર સોમનાથમાં ભાજપ નેતાને ત્યાં તૂટ્યા ઘરના તાળા રાજ્યમાં અનેકવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં તસ્કરો નેતાઓના ઘરને પણ નિશાન બનાવી રહ્યા છે. આ અગાઉ અરવલ્લીમાં એક નેતાના ઘરે ચોરી બાદ હવે ગીર સોમનાથ ભાજપ નેતાના ધરે ચોરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ તસ્કરોએ ભાજપ નેતાના ઘરને નિશાન બનાવીને રૂ.21 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
ગીર સોમનાથના સૂત્રાપાડાના પસનાવાડા ગામમાં ભાજપ નેતાના ઘરે ચોરીની ઘટના બની છે. માહિતી મુજબ ભાજપ નેતા નેતા કેશુભાઈ જાદવના ઘરે રૂ.21 લાખની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ મકાનનું લોકર તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં તસ્કરો રૂ,6 લાખ રોકડા અને રૂ.15 લાખના દાગીનાની ચોરી કરી પલાયન થઈ રહ્યા હતા. કેશુભાઈ જાદવ જિ.પંના બાંધકામ સમિતિના ચેરમેન રહી ચુક્યા છે. આ તરફ હવે ચોરીને લઈ સુત્રાપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથમાં ભાજપ નેતાને ત્યાં તૂટ્યા ઘરના તાળા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે