Abhayam News
AbhayamGujaratPolitics

છત્તીસગઢમાં એક યુવકને ત્રણ કિમી ગાડી પર ઘસડ્યો

In Chhattisgarh, a young man was dragged for three km

છત્તીસગઢમાં એક યુવકને ત્રણ કિમી ગાડી પર ઘસડ્યો છત્તીસગઢમાંથી એક હૃદયને કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં નજીવી બાબતે કેટલાક યુવાનોએ એક યુવકને કારના દરવાજામાં ફસાવીને તેને 3 કિલોમીટર સુધી ખેંચે છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવકને કેવી રીતે ખેંચવામાં આવ્યો હતો. મામલો દુર્ગ સિટી કોતવાલી વિસ્તારનો છે.

In Chhattisgarh, a young man was dragged for three km

પટેલ ચોકમાં સ્વીફ્ટ કારમાં સવાર શખ્સોએ પહેલા બાઇક સવાર યુવકને ટક્કર મારી હતી. જે પછી જ્યારે યુવક તેમની સાથે વાત કરવા ગયો તો તેણે તેનો હાથ દરવાજામાં ફસાવીને તેને લગભગ ત્રણ કિલોમીટર સુધી ઢસેડ્યો હતો. એટલું જ નહીં, યુવકને દિવાલ સાથે ઘસવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

છત્તીસગઢમાં એક યુવકને ત્રણ કિમી ગાડી પર ઘસડ્યો

જે દરમિયાન યુવક દયાની ભીખ માંગતો રહ્યો પરંતુ કોઈને તેના પર દયા ન આવી. કારમાં બેઠેલા છોકરાઓ તેને અમર હાઈટ્સ સોસાયટી રિવર રોડ પર લઈ ગયા હતા. ત્યાંથી બચવાનો રસ્તો ન મળતાં તેઓએ યુવકને રસ્તા પર ફેંકી દીધો અને ભાગી ગયા હતા. જે પછી નજીકના લોકોની મદદથી કારમાં સવાર લોકોને પકડી લેવામાં આવ્યા હતા. આ સંદર્ભે સિટી કોતવાલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે તેમજ ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.

દેશની રાજધાની દિલ્હીથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક મિની બસે એક વ્યક્તિને ટક્કર મારી હતી. આ પછી ડ્રાઈવરે બોનેટ પર થોડા અંતર સુધી ઢસેડ્યો હતો. આ ઘટના લાજપત નગર વિસ્તારની છે. પોલીસે જણાવ્યું કે દક્ષિણ દિલ્હીના લાજપત નગર વિસ્તારમાં એક વ્યક્તિને મિની બસે ટક્કર મારી હતી

અને તેને થોડે દૂર સુધી ખેંચી ગયો હતો. રવિવારે રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ ચાલતા વાહનના બોનેટ પર જોવા મળે છે. તે પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસને રાત્રે સાડા અગિયાર વાગ્યે આ અંગેની માહિતી મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાત કેડરના બે IPS અધિકારીની CBIમાં નિમણૂક

Vivek Radadiya

સિદ્ધાર્થ લો કોલેજના એલ.એલ.બીના વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક કોર્ટ મુલાકાત …

Kuldip Sheldaiya

અમેરિકાના રાજકારણમાં ગુજરાતીનું વર્ચસ્વ

Vivek Radadiya