Abhayam News
Abhayam

અમેરિકાના રાજકારણમાં ગુજરાતીનું વર્ચસ્વ

Gujarati dominance in American politics

અમેરિકાના રાજકારણમાં ગુજરાતીનું વર્ચસ્વ ભારતીય-અમેરિકન નીરજ અંતાણી જે અમેરિકામાં સૌથી યુવા લીડર છે એ ઓહાયોના બીજા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી સંસદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી છે. આ દરમ્યાન તેમણે એ પણ જણાવ્યુ હતું કે, ઓહાયોના ઈતિહાસમાં પ્રથમ હિન્દુ અને ભારતીય મૂળના અમેરિકન સેનેટર તરીકે દરરોજ સખત મહેનત કરીશ.

નીરજ અંતાણી આવતા વર્ષે માર્ચમાં રિપબ્લિકન પ્રાઈમરી ચૂંટણી લડશે. તેણે કહ્યું કે તે ઓહાયોનો પ્રથમ હિંદુ છે અને ભારતીય મૂળનો સૌથી યુવા અમેરિકન નાગરિક છે. આ સાથે અમેરિકન રાજકારણમાં ભારતીય મૂળના નાગરિકોનું વર્ચસ્વ વધી રહ્યું છે તેમ ચોક્કસ કહેવાય. આ તમામ વચ્ચે મહત્વની વાત એ છે કે નીરજ મૂળ કચ્છના છે અને તેમણે ડેમોક્રેટિક ઉમેદવાર માર્ક ફોગલને ચૂંટણીમાં મ્હાત આપી.

અમેરિકાના રાજકારણમાં ગુજરાતીનું વર્ચસ્વ

Gujarati dominance in American politics

કારણ કે હવે વધુ એક ભારતીય મૂળના નીરજ અંતાણીએ યુએસ સંસદમાં પોતાનો દાવો રજૂ કર્યો છે. તેમણે ઓહાયોના બીજા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી સાંસદ પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. જેની અમેરીકામાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પણ ચર્ચા થઈ રહી છે.

તેમણે કહ્યું કે એક અમેરિકન તરીકે હું માનું છું કે અમેરિકન સ્વપ્ન જોખમમાં છે. એવા ઘણા લોકો છે જેમના માટે તેમના સપના પૂરા કરવા એક મોટો પડકાર છે. આમ કહેતા નીરજ અંતાણી. હું આવા અમેરિકન સપનાઓને બચાવવા માટે સંસદીય ચૂંટણી લડી રહ્યો છું

ઓહાયોના બીજા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાંથી એમપી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે મેં ખાતરી કરી છે કે હું દરરોજ સખત મહેનત કરીશ. હું આપણા સમુદાય માટે કોંગ્રેસનો અથાક યોદ્ધા બનીશ. હું અમારા સહિયારા મૂલ્યો અને આદર્શો માટે અથાક મહેનત કરીશ.

Gujarati dominance in American politics

ઓહિયોના 2જા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં 150 માઇલના અંતરમાં ફેલાયેલી 16 કાઉન્ટીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે હું એવી નીતિઓ માટે મજબૂત રહીશ જે આપણા સમુદાયને લાભ આપે અને જેઓ તેમનો સખત વિરોધ નોંધાવીશું. તેમણે એ પણ કહ્યું હતું કે જો તેઓ ચૂંટય છે  તો તેઓ કોંગ્રેસમાં સૌથી યુવા ભારતીય અમેરિકન અને અમેરિકન ઇતિહાસમાં કોંગ્રેસના પ્રથમ રિપબ્લિકન હિંદુ સભ્ય બનશે.

તમને જણાવી દઈએ કે અંતાણીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે રિપબ્લિકન સાંસદ બ્રેડ વેનસ્ટ્રુપે ઓહાયોના સેકન્ડ કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરીને ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

કોણ છે નીરજ અંતાણી?

અમેરિકાના મિયામીમાં જન્મેલા અને ઉછરેલા નીરજે મિયામીસબર્ગ હાઈસ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તે ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. નીરજે 2021માં ઓહાયોના સેનેટર તરીકે શપથ લીધા હતા. ઓહાયો સેનેટનો ભાગ બનનાર તેઓ ભારતીય મૂળના પ્રથમ અમેરિકન હતા. તેમણે અગાઉ 2014થી ઓહિયો હાઉસ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ તરીકે સેવા આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

શેરબજારમાં તેજી પર ફરી લાગી બ્રેક

Vivek Radadiya

RBIને આ રીતે મોકલાવો 2000ની નોટ 

Vivek Radadiya

સુરતમાં ભગવાનની જૂની તસવીરો સ્વીકારશે મનપા

Vivek Radadiya