Abhayam News
AbhayamInspirationalNews

માનવ સેવાથી પ્રભુ સેવા આ સંસ્થા લોકો ગાય શ્વાનની કરે છે સેવા

માનવ સેવાથી પ્રભુ સેવા આ સંસ્થા લોકો ગાય શ્વાનની કરે છે સેવા દર રવિવારે 300થી વધુ લોકોને ભોજન કરાવે છે. તેમજ ગાયને ચારો અને શ્વાનને લાડુ આપવામાં આવે છે.

જેમાં 35 યુવાનો જોડાયેલા છે. મહારાજા સાહેબે સંકલ્પ કર્યો અને યુવાનોએ સાર્થક કરી બતાવ્યો છે. દર રવિવારે 250થી 300 થી જરૂરિયાત મંદ લોકોને ભરપેટ વિનામૂલ્યે ભોજન, ગાયોને નિરણ અને શ્વાનને લાડવા આપી અનોખી સેવા કરી રહ્યાં છે3

નૂતન યુવા ગૃપના સભ્ય કેતનભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, દાતાઓના સહયોગથી આ ગૃપ ચલાવી રહ્યા છીએ. દર રવિવારના દિવસે ગઢડા શહેરના વણિક સમાજની વાડી ખાતે ભોજન બનાવી અને ગઢડા શહેરના બોટાદ રોડ વિસ્તાર, બસ સ્ટેશન વિસ્તાર, સ્લમ વિસ્તાર, ઉગામેડી રોડ વિસ્તાર, રેલ્વે સ્ટેશન વિસ્તાર, એવા વિસ્તાર કે, ગરીબ, નિરાધાર, અબળા તેવા લોકોને ભોજન પીરસવામાં આવે છે અને ભર પેટ જમાડવા આવે છે.માનવ સેવાથી પ્રભુ સેવા આ સંસ્થા લોકો ગાય શ્વાનની કરે છે સેવા

દર રવિવારે 300 થી વધુ વ્યક્તિઓને સાદુ સારું ભોજન આપવામાં આવે છે. રવિવારના દિવસે બપોરે એક જ ટાઈમ ગરીબ નિરાધાર વ્યક્તિઓને દાળ, ભાત, શાક, રોટલી, છાશ સહિતની વસ્તુઓ પીરસે છે.અન્ય પ્રવૃતિમાં તેઓ દ્વારા ગઢડા શહેરની તમામ ગલીઓ ગલીઓમાં કુતરાઓને લાડવા પણ આપવામાં આવે છે તથા જુદા જુદા વિસ્તારોમાં જઈને ગાયોને નિરણ પણ નાખવામાં આવે છે.

સેવાકીય કામને વેગ આપવા અને સહયોગ આપવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે.જેમાં સ્વં.જીતુભાઇ નરેન્દ્રભાઈ સોમાણીના પરિવાર જનો દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા 71 હજાર રૂપિયાનો સહયોગ આપેલ છે. સમય સમય સુપર માર્કેટ તરફથી નહીં નફો કે નહીં નુકસાનથી આ યુવા ગૃપને સેવાકીય પ્રવૃતિ કરવા માત્ર પડતર કિંમતથી તમામ પ્રકારનું કરિયાણું આપવામાં આવે છે. એક પ્રકારની સેવા કરવામાં આવે આવી જ રીતે શાકભાજીના વેપારી તરફ થી પણ પડતર કિંમતે શાકભાજી આપવામાં આવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જાણીતા ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ કરી પોલીસ ફરિયાદ

Vivek Radadiya

તલાટીએ ખેતરમાં વિજમીટર મંજૂર કરવા માંગ્યા 1 લાખ રૂપિયા,ACBના ટ્રેપમાં ઝડપાઇ

Archita Kakadiya

અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસમાં સજા મામલે આગામી 14 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે સુનાવણી…

Abhayam