Abhayam News
AbhayamGujaratTechnology

ફોન ચોરી થઇ જાય તો UPI કેવી રીતે કરશો બંધ?

How to turn off UPI if the phone is stolen?

ફોન ચોરી થઇ જાય તો UPI કેવી રીતે કરશો બંધ? શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો શું થશે? તો તમે તમારા Google Pay, Phone Pay, Paytm અને UPI ID ને કેવી રીતે બ્લોક કરી શકશો. જો તમે ફોન ખોવાઈ જાય કે તરત જ તેને બ્લોક ન કરો તો જો ફોન ખોટા હાથમાં આવી જાય તો તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ શકે છે. તેથી જ અમે તમારા માટે UPI, Google Pay અને Paytm ના બ્લોકિંગ એકાઉન્ટ્સની વિગતો લાવ્યા છીએ.ફોન ચોરી થઇ જાય તો UPI કેવી રીતે કરશો બંધ?

How to turn off UPI if the phone is stolen?

Paytm UPI ID ને કેવી રીતે બ્લોક કરવું

 -Paytm બેન્કના હેલ્પલાઇન નંબર 01204456456 પર કૉલ કરો.

-આ પછી લોસ્ટ ફોન વિકલ્પ પસંદ કરો.

-અહીં તમને ખોવાયેલા ફોનનો નંબર દાખલ કરવાનો વિકલ્પ મળશે.

-પછી તમારે બધા ડિવાઇસમાંથી લોગઆઉટ વિકલ્પ પસંદ કરવો પડશે.

-આ પછી PayTM વેબસાઇટ પર જાવ અને 24×7 હેલ્પ વિકલ્પ પસંદ કરો.

-આ રીતે તમે Report a Fraud અથવા Message Us વિકલ્પ પસંદ કરી શકો છો.

-પછી તમારે પોલીસ રિપોર્ટ સહિત કેટલીક વિગતો આપવી પડશે. બધી વિગતો તપાસ્યા પછી તમારું Paytm એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ થઈ જશે.

How to turn off UPI if the phone is stolen?

Google Pay UPI ID ને કેવી રીતે બ્લોક કરવું

-સૌથી પહેલા કોઈપણ ફોનમાંથી 18004190157 નંબર ડાયલ કરો.

-આ પછી કસ્ટમર કેરને Paytm એકાઉન્ટ બ્લોક કરવા અંગે જાણ કરવી પડશે.

-એન્ડ્રોઇડ યુઝર્સે પીસી અથવા ફોન પર ગૂગલ ફાઇન્ડ માય ફોનમા લોગિન કરવું પડશે. આ પછી, Google Payનો તમામ ડેટા રિમોટલી ડિલીટ કરવાનો રહેશે. આ પછી તમારું Google Pay એકાઉન્ટ અસ્થાયી રૂપે બ્લોક થઈ જશે.

-જો તમે iOS યુઝર્સ છો તો તમે Find my app અને Appleના અન્ય અધિકૃત સાધનો દ્વારા તમામ ડેટાને ડિલિટ કરીન Google Pay એકાઉન્ટને બ્લોક કરી શકો છો.

How to turn off UPI if the phone is stolen?

ફોનપે યુપીઆઈ આઈડી કેવી રીતે બ્લોક કરવું

-સૌથી પહેલા 02268727374 અથવા 08068727374 પર કોલ કરો.

-જે મોબાઇલ નંબર સાથે UPI ID લિંક થયેલ છે તેની સામે ફરિયાદ દાખલ કરો.

-જ્યારે OTP માટે પૂછવામાં આવશે ત્યારે તમારે સિમ કાર્ડ અને ડિવાઇસ ગુમ થયાનો વિકલ્પ પસંદ કરવો પડશે.

-આ પછી તમે કસ્ટમર કેર સાથે કનેક્ટ થઈ જશો જ્યાંથી તમે કેટલીક માહિતી આપીને UPI આઈડીને બ્લોક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

દરમહિને 56,000 કરોડ ની કમાણી:: ટાટા ગ્રૂપ પણ માર્કેટ કેપ મામલે અદાણીથી પાછળ !

Archita Kakadiya

માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 11માં લાઈવ થયું એનર્જી સેવર મોડ

Vivek Radadiya

જુઓ:-રાજકોટમાં સ્થળાંતર સમયે આ પોલીસે માનવતા મહેકાવી…

Abhayam

1 comment

Comments are closed.