Abhayam News
AbhayamGujarat

ગુજરાતમાં કેટલા વ્યક્તિને છે દારૂની પરમિ

How many people are allowed to drink alcohol in Gujarat?

ગુજરાતમાં કેટલા વ્યક્તિને છે દારૂની પરમિ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ધુમ વેચાય છે. ગુજરાત પોલીસકમીઓ જ દારૂની હેરાફેરી કરતા પકડાય છે. ગુજરાતમાં આરોગ્યના કારણોસર મેડીકલ બોર્ડની ભલામણ પછી વ્યક્તિને દારૂ પીવાની પરમિટ કાઢી આપવામાં આવે છે. પરમિટ ધારકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં દાયકાઓથી દારૂ પીવાની સાથે, દારૂના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ છે. પરંતુ વિદેશથી આવતા પ્રવાસીઓ સહિત કેટલાક લોકોને પરમીટ લઈને દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે.

How many people are allowed to drink alcohol in Gujarat?

દારૂની પરમિટ જોઇતી હોય તો શું છે પ્રોસેસ?

દારૂની પરમિટ જોઇતી હોય તો શું છે પ્રોસેસ?
દારૂની પરમિટ માટે ઓછામાં ઓછી 40 વર્ષની વય હોવી ફરજિયાત છે અને મહિને 25,000ની આવક હોવી ફરજિયાત છે. અરજદારે દારૂની પરમિટ માટે નશાબંધી પોલીસ કચેરીમાં પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, રહેઠાણ તથા ઉંમરના પૂરાવા સાથે જરૂરી ફી ભવાની રહેશે. ત્યારબાદ આરોગ્ય ચકાસણીની ફી ભરી અરજી કરવાની હોય છે. આરોગ્ય ચકાસણી કર્યા બાદ જો અધિકારીઓને યોગ્ય લાગે તો જ દારૂની પરમિટ આપવામાં આવે છે. 

ગુજરાતમાં 43 હજારથી વધુ લોકો પાસે પરમિટ

How many people are allowed to drink alcohol in Gujarat?

ગુજરાતમાં 43 હજારથી વધુ લોકો પાસે પરમિટ
મેડિકલ સર્ટિફિકેટના આધારે દારૂની પરમિટ ધારકોની સંખ્યા ઝડપથી વધી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, નવેમ્બર 2020માં ગુજરાતમાં લીકર પરમિટ ધારકોની કુલ સંખ્યા 27,452 હતી, જે હાલ વધીને 43,470 થઈ ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ લીકર પરમિટ આપવામાં આવી છે. 

સરકારી આંકડા મુજબ ગુજરાતમાં સૌથી વધુ 13,456 લીકર પરમિટ અમદાવાદ જિલ્લામાં આપવામાં આવી છે. ત્યારબાદ સુરતમાં 9238, રાજકોટમાં 4502, વડોદરામાં 2743, જામનગરમાં 2039, ગાંધીનગરમાં 1851 અને પોરબંદરમાં 1700 લીકર પરમિટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આરોગ્યના કારણો ઉપરાંત, વિદેશી નાગરિકો અને અન્ય રાજ્યોમાંથી આવતા ભારતીય નાગરિકોને પણ ગુજરાતમાં તેમના રોકાણ દરમિયાન વધુમાં વધુ એક સપ્તાહ સુધી દારૂ પીવાની પરમિટ આપવામાં આવે છે.

મહિને કેટલો દારૂ મળે ? 

મહિને કેટલો દારૂ મળે ? 
કોઈ વ્યક્તિ પાસે પરમિટ આવી જાય પછી સરકારે મંજૂરી આપેલી દારૂની શોપમાંથી દારૂ ખરીદી શકો છે, જ્યાં તમને પરમિટના આધારે એટલે કે જો તમારી ઉંમર 40થી 50 વર્ષ હોય તો તમને 3 યુનિટનો દારૂ મળશે, 50થી 65 વર્ષ સુધીની હોય તો 4 યુનિટ અને 65 વર્ષથી વધુ વયના લોકોને 5 યુનિટનો દારૂનો જથ્થો મળશે. તમને જણાવી દઇએ કે એક યુનિટમાં 1 બોટલ દારૂ અથવા 10 બોટલ બીયરનો જથ્થો મળે. દર મહિને નક્કી કરાયેલા યુનિટ પ્રમાણે જ દારૂ આપવામાં આવે છે. 

દારૂની પરમીટ કોને મળી શકે છે :

હેલ્થ પરમીટ :
રાજ્યના વતની,રાજ્ય બહારના પણ ગુજરાતમાં રહેતા વ્યક્તિ અને સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો.

હંગામી રહેવાસી :
– કામચલાઉ પરમીટ

ટુરિસ્ટ પરમીટ :
– એક મહિના માટે પરમીટ અપાય છે.

મુલાકાતી વ્યક્તિ :
– રાજ્ય બહારની વ્યક્તિને સાત દિવસ માટે.

ગ્રુપ પરમીટ :
– વિદેશી નાગરિકને સંમેલન કે કોન્ફરન્સ માટે.

તત્કાલ પરમીટ :
– વૈદકીય હેતુ માટે જરૂરિયાત હોય તેવા વ્યક્તિને.

પરમીટમાં કોને કેટલો દારૂ મળે :
– 40 થી 50 વર્ષ સુધી – મહિને ત્રણ યુનિટ
– 50 થી 65 વર્ષ સુધી – મહિને ચાર યુનિટ
– 65 વર્ષ કરતાં વધુ – મહિને પાંચ યુનિટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

કોન્સ્ટેબલે 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો:-વાંચો સમગ્ર ઘટના..

Abhayam

‘આપણી મહેનત રંગ લાવી’ પીએમ મોદી

Vivek Radadiya

સુરતમાંથી મોટા પ્રમાણમાં મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

Vivek Radadiya